સમગ્ર વિશ્વમાં કોરોના નો વ્યાપ વધી રહ્યો છે. પરંતુ સામે રાહત એ પણ છે કે કોરોના નિવારણ માટેની રસી માર્કેટમાં આવી અને જનતા સુધી પહોંચી પણ રહી છે .પરંતુ આ રસીના એક ડોઝ લીધા પછી પણ થવાના કેસો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે.મુંબઈના ગુજરાતી થિયેટર જગતના મહારથી પરેશ રાવલને વેક્સિન નો પ્રથમ ડોઝ લીધા બાદ પણ કોરોના થયો છે. એવા સમાચાર આવતા જ સામાન્ય જનતામાં પ્રશ્ન ઉદ્ભવે છે કે વેકસીન લીધા પછી પણ કોરોના સંક્રમણ થવાનું કારણ શું? તેનો જવાબ આપે છે, કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના ડીન ડોક્ટરહેમંત દેશમુખ.
ઓલ ઇન્ડિયા રેડિયો સાથે થયેલી મુલાકાત દરમિયાન ડોક્ટર દેશમુખ જણાવે છે કે, વેકસીન લીધા ની અસર તેના બીજા ડોઝ ના 15 દિવસ પછી જ શરૂ થાય છે. માટે વેક્સિન નો પ્રથમ ડોઝ લીધા પછી પણ સાવચેતી રૂપે કોરોના નિવારણ અંગે નિયમો પાળવા ખૂબ જ જરૂરી છે.જોકે વેકસીન લીધા પછી કોરોના થાય તો તે શરીરમાં ગંભીર અસર કરતો નથી. કારણ રસી શરીરની અંદરના વાયરસ સામે લડવાની એન્ટિબોડીઝ ઝડપથી રચવાનું શરૂ કરે છે.
ડોક્ટર દેશમુખ દ્રઢ પણે કહે છે કે, વેકસીન લીધા પછી પણ માસ્ક પહેરવું, વારે ઘડીએ હાથ ધોવા, તેમ જ સોશ્યલ ડિસ્ટન્સ જેવા નિયમોનુ પાલન કરવું અગત્યનું છે.