News Continuous Bureau | Mumbai
Canada: કેનેડા સરકાર દ્વારા તાજેતરના તેની વિદ્યાર્થી પોલીસીમાં ( Student Policy ) ફેરફારોને કારણે ભારતીય વિદ્યાર્થીઓની નોંધણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે ભારતમાંથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અગાઉના સાનુકૂળ દેશોમાંની યાદીમાંનું એક હતું. 2023માં જારી કરાયેલા 37% અભ્યાસ વિઝા ( Study visa ) સાથે સૌથી મોટા રાષ્ટ્રીય જૂથની રચના કરનારા ભારતીય વિદ્યાર્થીઓ હવે કેનેડામાં નવા પડકારોનો સામનો કરી રહ્યા છે. તેથી ભારતીય વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યામાં ઘણા પરિબળોએ પ્રભાવિત કર્યા છે.
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની ( Indian students ) નોંધણીમાં ઘટાડો તાજેતરના નીતિવિષયક ફેરફારો, નાણાકીય બોજ, રાજદ્વારી તણાવ, સખત વર્ક પરમિટના ધોરણો અને વધેલી વિઝા માટે કડક તપાસણીને કારણે થઈ રહ્યું છે. કેનેડિયન ( Canadian Policy ) સરકારની નીતિઓમાં, હાલ મર્યાદિત અભ્યાસ પરમિટ અને કડક પાત્રતાના માપદંડો પણ સામેલ છે, જે ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડામાં પ્રવેશમાં અવરોધ ઊભો કરે છે. 2023 માં, લગભગ 319,000 ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં સ્થળાંતર કર્યું હતું. જો કે, 2024 માં કેનેડા સરકાર દ્વારા અભ્યાસ માટે પરમિટની પોલીસી બદલાતા આ સંખ્યા આશરે 360,000 સુધી મર્યાદિત રહી ગઈ છે, જે અગાઉના વર્ષ કરતાં 35% ઘટાડો નોંધાવે છે.
Canada: આ નવી વિદ્યાર્થી પોલીસી મર્યાદાથી કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીને સ્થિર કરવાના ઉદ્દેશ્ય ધરાવે છે…
IRCC ડેટા અનુસાર, આ નવી વિદ્યાર્થી પોલીસી મર્યાદાથી કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ( International students ) વસ્તીને સ્થિર કરવાના ઉદ્દેશ્ય ધરાવે છે. આ સાથે નવી પોલીસી અનુસાર હવે કેનેડામાં વસ્તીના આધારે પ્રાંતો અને પ્રદેશો વિદ્યાર્થીઓ માટે વહેવામાં આવતા હોવાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે પરમિટ મેળવવાનું વધુ મુશ્કેલ બન્યું છે. કારણ કે, એવો અંદાજ છે કે એકલા પંજાબના વિદ્યાર્થીઓ કેનેડામાં શિક્ષણ પાછળ વાર્ષિક રૂ. 68,000 કરોડથી વધુ ખર્ચ કરે છે અને હાલ કેનેડામાં પંજાબના વિદ્યાર્થીઓમાં નોંધપાત્ર વધારો થતાં, કેનેડિયન વિદ્યાર્થીઓને આનાથી જોખમો ઉભા થતાં પણ પોલીસીમાં ફેરફાર આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Apple WWDC 2024: AI ની દુનિયામાં હવે iPhoneની એન્ટ્રી, Apple iOS 18 માં આવ્યું નવુ અપડેટ, આ જોરદાર AI ફીચર્સ જોવા મળશે..
જેમાં અભ્યાસ પરમિટમાં નાટ્યાત્મક ઘટાડો ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 સુધીમાં, ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી અભ્યાસ પરમિટ 86% ઘટીને 108,940 થી 14,910 થઈ ગઈ છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર રાજદ્વારી વિવાદને કારણે ભારતે પરમિટની પ્રક્રિયા કરતા કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. ત્યારથી ભારતીય વિદ્યાર્થીઓની વિજામાં નિયમોમાં બદલાવ આવ્યો છે. એક રિપોર્ટ મુજબ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીના 41% થી વધુ છે, જે દેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે. એક અંદાજ મુજબ પંજાબના વિદ્યાર્થીઓ કેનેડામાં શિક્ષણ પાછળ વાર્ષિક રૂ. 68,000 કરોડથી વધુ ખર્ચ કરે છે. 2022 માં, અભ્યાસ પરમિટ મેળવનારા 225,450 ભારતીય વિદ્યાર્થીઓમાંથી 1.36 લાખ પંજાબના હતા. હાલમાં પંજાબના લગભગ 3.4 લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરે છે. ભારતના વિદ્યાર્થીઓ સહિત તેના આર્થિક યોગદાન હોવા છતાં હાલ વિઝા પરમિટમાં કડક નિયમો કરાંતા વિદ્યાર્થીઓને હવે કેનેડા માટે અરજી કરવામાં વધુ મુશ્કેલી પડી રહી છે. તેથી પણ હાલ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાનું કારણ બની રહ્યું છે.