Site icon

Khalistan In Canada : ભારત અને કેનેડા વિવાદ વચ્ચે કેનેડા સ્થિત આ ગાયકની મુંબઈ કોન્સર્ટ રદ્દ, જાણો શું છે કારણ.. વાંચો વિગતે અહીં..

Khalistan In Canada : કેનેડા સ્થિત પંજાબી ગાયક અને રેપર શુભનીત સિંહનો મુંબઈમાં શો આખરે રદ કરવામાં આવ્યો છે. ખાલિસ્તાનને તેમના કથિત સમર્થન માટે તેમની ટીકા કરવામાં આવી છે. BookMyShowએ ટ્વિટર પર એક પોસ્ટમાં ગાયકનો શો રદ કરવાની જાહેરાત કરી હતી.

Canadian singer's Mumbai show cancelled; Consequences of Canada's accusations against India

Canadian singer's Mumbai show cancelled; Consequences of Canada's accusations against India

News Continuous Bureau | Mumbai 

Khalistan In Canada : કેનેડા ( Canada ) સ્થિત પંજાબી ગાયક ( Canadian singer ) અને રેપર શુભનીત સિંહનો ( Rapper Shubneet Singh ) મુંબઈમાં ( Mumbai  ) શો આખરે રદ ( Show cancelled ) કરવામાં આવ્યો છે. ખાલિસ્તાનને ( Khalistan ) તેમના કથિત સમર્થન માટે તેમની ટીકા કરવામાં આવી છે. BookMyShowએ ટ્વિટર પર એક પોસ્ટમાં ગાયકનો શો રદ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે તે 7-10 દિવસમાં ટિકિટનું સંપૂર્ણ રિફંડ કરશે. કેનેડાએ ભારતને આરોપીના પિંજરામાં ઊભું કર્યું છે. આવી સ્થિતિમાં સર્જાયેલા તણાવને કારણે શો કેન્સલ કરવામાં આવ્યો છે

Join Our WhatsApp Community

કેનેડામાં જન્મેલા ગાયકનો કોન્સર્ટ રદ કરવાની માંગ

ભારતીય જનતા યુવા મોરચાએ ( Bharatitya Yuva Morcha ) કેનેડામાં જન્મેલા ગાયકનો કોન્સર્ટ રદ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત કાર્યકરોએ ગાયકનું પોસ્ટર પણ ફેંકી દીધું હતું. શુબનીત સિંહ પર સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ખાલિસ્તાનનું સમર્થન કરવાનો આરોપ હતો. શુભ 23 થી 25 સપ્ટેમ્બર દરમિયાન મુંબઈમાં તેનો શો કરવાનો હતો. આ પછી, તે 6 ઓક્ટોબરે ચંદીગઢ અને 7 ઓક્ટોબરે લુધિયાણા આવી રહ્યો છે, પરંતુ તેના આગમન પહેલા યુવા મોરચાના નેતાઓએ મુંબઈમાં વિરોધ પ્રદર્શન કર્યું અને શુભના શોના પોસ્ટર ફાડી નાખ્યા હતા. હાલમાં તેમનો ભારત પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓએ પણ ચેતવણી આપી હતી કે જો શુભનો મુંબઈમાં કાર્યક્રમ રદ કરવામાં નહીં આવે તો તેની સામે મોટું આંદોલન શરૂ કરવામાં આવશે

 હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંદર્ભમાં કેનેડાની સરકારે કાર્યવાહી

રેપર અને સિંગર શુભ ઉર્ફે શુભનીત સિંહનો કોન્સર્ટ મુંબઈમાં યોજાવાનો હતો. આ શો કોર્ડેલિયા ક્રૂઝ પર થવાનો હતો. આ શોનો ઘણો વિરોધ થયો હતો. તાજેતરમાં જ શુબનીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં ‘Pay for Punjab’ લખ્યું હતું. જે બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ થોડા દિવસો પહેલા તેણે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં ભારતના નકશામાંથી પંજાબ અને જમ્મુ-કાશ્મીર ગાયબ દેખાડવામાં આવ્યું હતું. જ્યારે પંજાબ પોલીસ ખાલિસ્તાન તરફી નેતા અમૃતપાલ સિંહને શોધી રહી હતી ત્યારે શુબે આ પોસ્ટ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Banner-Free Mumbai : બેનર મુક્ત મુંબઈ કે બેનર યુક્ત મુંબઈ? શું મુખ્યમંત્રીની બેનરમુક્ત મુંબઈની ઝુંબેશ થઈ રહી છે ફ્લોપ? જાણો શું છે આ સપુર્ણ મામલો.. વાંચો વિગતે અહીં..

દરમિયાન, બ્રિટિશ કોલંબિયાના અગ્રણી શીખ નેતા અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંદર્ભમાં કેનેડાની સરકારે કાર્યવાહી કરી અને ઉચ્ચ કક્ષાના ભારતીય અધિકારીને હાંકી કાઢ્યા છે. આ સાથે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 સપ્ટેમ્બરે કેનેડાની સંસદમાં બોલતા ભારત પર હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version