Agniveer : ભારતીય ભૂમિદળમાં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ આ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે છે

Candidates willing to join Indian Army as Agniveer can apply online till this date

News Continuous Bureau | Mumbai  

Agniveer : ભારતીય ભૂમિદળમાં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છતા, અવિવાહિત, શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો આર્મીની ( Indian Army  ) વિવિધ કેડરની ભરતી ( Recruitment ) માટે તા.૧૩/૦૨/૨૦૨૪ થી તા.૨૨/૦૪/૨૦૨૪ સુધી www.cdnindianarmy.nic.in વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી ( Online application ) કરી શકશે. આ ભરતી માટે ઓછામાં ઓછું ધો. ૮ પાસ તેમજ તા.૦૧/૧૦/૨૦૦૩ થી તા.૦૧/૦૪/૨૦૦૭ ની વચ્ચે જન્મેલા પુરુષ ઉમેદવારો ( Male candidates ) અરજી કરી કશે. 

પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં અંગત વિગતો, પત્રવ્યવહારની વિગતો, રહેઠાણનું સરનામું, ઈ-મેઈલ આઈ.ડી, મોબાઈલ નં., જાતિનો દાખલો, ડોમિસાઈલ સર્ટિફિકેટ અને એન.સી.સી સર્ટિફિકેટ ધરાવતા હોય તો તે વિગતો દર્શાવવી. રૂ.૨૫૦/- પરીક્ષા ફી ભરવાની રહેશે. વધુ માર્ગદર્શન હેતુસર મ.રોજગાર નિયામક કચેરી, સી-૫, બહુમાળી ભવન, નાનપુરા ખાતેથી રૂબરૂમાં માહિતી મેળવી શકાશે તેમ મદદનીશ નિયામક(રોજગાર)- સુરતની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો  :  Pomegranate Juice Benefits: શરીરમાં લોહી વધારવાની સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યામાં દાડમનો જ્યુસ છે લાભદાયક, જાણો તેના ફાયદા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.