Site icon

Delhi Bomb Blasts: સવારથી સાંજ: કારની એન્ટ્રીથી લઈને પ્રચંડ બ્લાસ્ટ સુધી; દિલ્હી બોમ્બ ધમાકાની સંપૂર્ણ ટાઇમલાઇન !

સોમવારે સવારે ૮:૦૪ વાગ્યે હરિયાણા નંબરની એક હ્યુન્ડાઈ I20 કાર દિલ્હીમાં દાખલ થઈ. આ કાર સાંજે લાલ કિલ્લા પાસે ધમાકાનો શિકાર બની.

Delhi Bomb Blasts સવારથી સાંજ કારની એન્ટ્રીથી લઈને પ્રચંડ બ્લાસ્ટ સુધી;

Delhi Bomb Blasts સવારથી સાંજ કારની એન્ટ્રીથી લઈને પ્રચંડ બ્લાસ્ટ સુધી;

News Continuous Bureau | Mumbai

Delhi Bomb Blasts દેશની રાજધાની દિલ્હી સોમવારે સાંજે એક ભયંકર બોમ્બ ધમાકાથી હચમચી ગઈ. લાલ કિલ્લા પાસે એક I20 કારમાં થયેલા વિસ્ફોટે કોહરામ મચાવી દીધો. અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોત થયા છે અને ૨૦થી વધુ ઘાયલ છે. મુખ્ય આરોપી મોહમ્મદ ઉમર છે, જેના ભાઈઓ અને પરિવારની પૂછપરછ થઈ રહી છે. આ દરમિયાન દિલ્હી કાર ધમાકાની સંપૂર્ણ ટાઇમલાઇન સમજવી જરૂરી છે.

Join Our WhatsApp Community

ધમાકાની સંપૂર્ણ ટાઇમલાઇન અહીં સમજો:

સોમવાર સવારે ૮:૦૪ વાગ્યે: હરિયાણા નંબરની એક હ્યુન્ડાઈ I20 કાર બદલપુર બોર્ડરથી દિલ્હીમાં દાખલ થઈ. સવારથી લઈને બપોર સુધી તેણે ઘણી જગ્યાએ ચક્કર લગાવ્યા.
બપોરે ૩:૧૯ વાગ્યે: હ્યુન્ડાઈ I20 કાર લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ પાસે પહોંચી અને સુનહરી મસ્જિદની પાર્કિંગમાં દાખલ થઈ. કાર અહીં લગભગ ૩ કલાક સુધી ઊભી હતી.
સાંજે ૬:૪૮ વાગ્યે: ત્રણ કલાક પછી, સફેદ હ્યુન્ડાઈ કાર પાર્કિંગમાંથી નીકળી અને લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ગેટ નં. ૧ પાસે લાગેલા ટ્રાફિક સિગ્નલ પાસે પહોંચી.
સાંજે ૬:૫૨ વાગ્યે: બરાબર ૪ મિનિટ પછી, તે જ સફેદ હ્યુન્ડાઈ I20 કારમાં તીવ્ર ધમાકો થયો. ધમાકાની ગુંજ ચાંદની ચોક સુધી સંભળાઈ હતી.

આ સમાચાર પણ વાંચો : Amit Shah meeting: દિલ્હી ધમાકાનું સત્ય હવે સામે આવશે! ગૃહમંત્રી અમિત શાહે IB ડિરેક્ટર સાથે કરી હાઈલેવલ બેઠક.

સાંજે ૭:૦૦ વાગ્યે: ધમાકાથી લગભગ ૬ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ. આગની જ્વાળાઓ ને બુઝાવવા માટે ૭ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા.
સાંજે ૭:૦૨ વાગ્યે: દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલની ટીમો તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી.
સાંજે ૭:૨૯ વાગ્યે: લગભગ ૩૭ મિનિટ પછી આગ પર કાબૂ મેળવી લેવાયો. પુરાવા એકઠા કરવાની કાર્યવાહી ઝડપી કરવામાં આવી.
સાંજે ૭:૩૦ વાગ્યા પછી: દિલ્હી પોલીસે પોતાની તપાસ વધુ ઝડપી કરી. બદલપુર બોર્ડરથી લાલ કિલ્લા સુધીના તમામ સીસીટીવી ફૂટેજ ખંગાળવાનું શરૂ કર્યું.
રાત્રે ૯:૨૩ વાગ્યે: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિસ્થિતિનો જાયજો લેવા માટે ઘટનાસ્થળની મુલાકાત લીધી.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version