ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,22 જાન્યુઆરી 2022
શનિવાર.
સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સંક્રમિતોની સંખ્યા 3 લાખને પાર પહોંચી ગઈ છે. શનિવારે દેશમાં કોરોનાના 3,37,704 નવા કેસ નોંધાયા છે. આ સાથે દૈનિક પોઝિટિવિટી રેટ 17.22 ટકા છે અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 16.65 ટકા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,37,704 નવા કેસ નોંધાયા છે અને 488 લોકોનાં મોત થયાં છે. આ સાથે કોરોનાના કુલ કેસ 3,89,03,731 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 4,88,884 લોકોનાં મોત થયાં છે. તેમજ જો કોવિડ -19 ના પરીક્ષણની વાત કરીએ તો, અત્યાર સુધીમાં 71.34 કરોડ લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19,60,954 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ગ્રાન્ટ રોડની કાળમુખી આગઃ અત્યાર સુધી 7 લોકોના મૃત્યુ. જાણો લેટેસ્ટ અપડેટ અહીં; જાણો વિગત
આ દરમિયાન 2,42,676 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, આ સાથે કુલ સાજા થનાર દર્દીઓનો આંકડો 3,63,01,482 પર પહોંચ્યો છે. હાલમાં, દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 21,13,365એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.31 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુ દર ઘટીને 1.26 ટકા થયો છે. દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 10,050એ પહોંચી છે, જેમાં ગઈ કાલની તુલનાએ 3.69 ટકાનો વધારો થયો છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 161.16 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈ કાલે 67,49,746 લોકોને રસી આપવામાં આવી હતી.
દિલ્હીમાં વીકએન્ડ કરફ્યુ યથાવત રહેશે, કેજરીવાલ સરકારની આ ભલામણને ઉપરાજ્યપાલે ફગાવી; જાણો વિગતે