ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
પેંડોરા પેપર્સ લીક કેસમાં ઘણા ભારતીયોના નામ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે તપાસના આદેશ આપ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો છે કે CBDTના અધ્યક્ષની આગેવાની હેઠળ એજન્સીઓના સમૂહ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવશે.
CBDT, ED, RBI અને FIUના પ્રતિનિધિઓ આમાં સામેલ થશે.
સરકારનું કહેવું છે કે આવા કિસ્સાઓમાં સંબંધિત તપાસ એજન્સીઓ કાયદાકીય રીતે કાર્યવાહી કરશે.
સરકાર આ બાબતને લગતી માહિતી મેળવવા માટે સંપૂર્ણ તૈયારી સાથે વિદેશમાં પણ સંપર્ક કરશે.
નોંધનીય છે કે અગાઉ પનામા પેપર્સ લીકનો મામલો પણ સામે આવ્યો હતો. આ વખતે પેંડોરા પેપર્સ લીકમાં સચિન તેંડુલકર અને અનિલ અંબાણી જેવા ઘણા મોટા લોકોના નામ સામેલ છે.
પ્રિયંકા ગાંધી પર ડ્રોન કેમેરાની નજર, સતત માથે ઉડી રહ્યો છે અજ્ઞાત કેમેરો; જાણો વિગતે