News Continuous Bureau | Mumbai
Cash For Query Case: સંસદમાં પૈસા લઈને સવાલ પૂછવા ( Cash For Query Case ) મામલે હવે મહુઆ મોઈત્રા ( Mahua Moitra ) નું કબૂલનામું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, TMC સાંસદ મહુઆ મોઈત્રાએ સ્વીકાર્યું છે કે, તેમણે તેમના મિત્ર અને ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની ( Darshan Hiranandani) ને સંસદનો લોગ-ઇન પાસવર્ડ ( login-password ) આપ્યો હતો. જોકે તેના બદલામાં રોકડ અથવા મોંઘી ભેટ લીધી હોવાનો ઇનકાર કર્યો હતી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદે કહ્યું કે, તેમણે બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી માત્ર સ્કાર્ફ, લિપસ્ટિક અને આઈશેડો લીધો હતો તે પણ મિત્ર તરીકે. આ સાથે તેણે પોતાના બંગલાના રિનોવેશન માટે હિરાનંદાની પાસે મદદ માંગી હતી.
એક અંગ્રેજી અખબારને આપેલ ઈન્ટરવ્યુમાં TMC સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું કે, કોઈ પણ સાંસદ પોતાના પ્રશ્નો ટાઈપ કરતા નથી. મેં દર્શન હિરાનંદાનીને પાસવર્ડ અને લોગ-ઈન આપ્યા હતા જેથી તેમની ઓફિસમાં કોઈ કર્મચારી પ્રશ્ન ટાઈપ કરી શકે અને અપલોડ કરી શકે. મહુઆએ કહ્યું કે, પ્રશ્ન અપલોડ કરતી વખતે ફોન પર એક OTP આવે છે. આ માટે મારો ફોન નંબર આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એ પ્રશ્ન જ ઊભો થતો નથી કે મારી જાણ વગર દર્શન કે અન્ય કોઈ પ્રશ્ન અપલોડ કરી શક્યા હોત.
અનંત દેહાદ્રાઇની ફરિયાદને સંપૂર્ણપણે નકલી ગણાવી…
સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાઇના આરોપોનો ઉલ્લેખ કરતા TMC સાંસદ મહુઆ મોઈત્રા કહ્યું કે, મારા પાલતુ કૂતરાની કસ્ટડીને લઈને જય અનંત દેહાદ્રાઇ સાથે મારી લડાઈ છે. વિચારો કે આ કેટલું હાસ્યાસ્પદ છે. TMC સાંસદે આગળ કહ્યું મારા પર આરોપ છે કે, હું મોંઘા ચપ્પલ પહેરું છું. તમને ખબર હોવી જોઈએ, હું એક બેંકર હતી, મારી પાસે ફેરાગામો જૂતાની 35 જોડી છે. હું ત્યારથી ફેરાગામો જૂતાં પહેરું છું કે, જ્યારથી જય અનંત દેહાદ્રાઇને તેનો સ્પેલિંગ પણ આવડતો નહોંતો. તેમણે જય અનંત દેહાદ્રાઇની ફરિયાદને સંપૂર્ણપણે નકલી ગણાવી અને કહ્યું, તમે નકલી ફરિયાદ નોંધાવવા માટે અંગત સંબંધોમાં નિષ્ફળ ગયેલી વ્યક્તિનો ઉપયોગ કર્યો હતો.
સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં હિરાનંદાની પાસેથી ભેટ સ્વીકારવાના આરોપ પર TMC સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું કે, ચાર વર્ષ પહેલા મારા જન્મદિવસ પર દર્શને એક નજીકના મિત્ર તરીકે મને સ્કાર્ફ ભેટમાં આપ્યો હતો. આ સિવાય મેં તેની પાસે બોબી બ્રાઉન મેકઅપ સેટ માંગ્યો હતો પરંતુ તેણે મને મેક આઈશેડો અને લિપસ્ટિક આપી હતી. TMC સાંસદ મહુઆ મોઈત્રાએ જણાવ્યું કે, જ્યારે પણ તે મુંબઈ કે દુબઈમાં હોય ત્યારે દર્શન હિરાનંદાનીની કાર તેને એરપોર્ટ પરથી પિક અને ડ્રોપ કરતી હતી. તેણીએ કહ્યું કે, હું સ્વીકારું છું કે વ્યક્તિગત સંબંધો પસંદ કરવામાં મેં ભૂલ કરી છે, મને લોકોને પસંદ કરવામાં ખરાબ અનુભવ છે, હું સ્વીકારું છું કે હું આ માટે દોષિત છું અને મારે તેમાંથી જલ્દી બહાર આવવું પડશે.
આ સમાચાર પણ વાંચો : Odisha Bus accident: ચાલુ બસમાં ડ્રાઈવરને ‘હાર્ટએટેક’, પોતે જીવ ગુમાવ્યો પણ…જાણો સંપુર્ણ મામલો વિગતે અહીં…
TMC સાંસદ મહુઆ મોઈત્રાએ એવા આરોપોને પણ નકારી કાઢ્યા હતા કે, હિરાનંદાનીએ તેને બંગલાના રિનોવેશન માટે પૈસા આપ્યા હતા. આ અંગે મહુઆએ કહ્યું કે, જ્યારે મને મારો ખાનગી સરકારી બંગલો ફાળવવામાં આવ્યો ત્યારે તે જૂનો હતો. મેં દર્શનને પૂછ્યું કે, શું તે તેના આર્કિટેક્ટને દરવાજાને ફરીથી ડિઝાઇન કરવા માટે બોલાવી શકે છે જેથી પ્રકાશ અંદર આવી શકે. અદાણી ( Gautam adani ) સામે સવાલ પૂછવા બદલ હિરાનંદાની પાસેથી પૈસા લેવાના આરોપ અંગે તેમણે કહ્યું કે, તમે મને કહો કે પૈસા ક્યાં છે ? મુખ્ય બાબત એ સાબિત કરવાની છે કે આમાં પરસ્પર મિલીભગત હતી. દર્શને પોતાના સોગંદનામામાં લખ્યું છે કે, તે નરેન્દ્ર મોદીનો મોટો પ્રશંસક છે, તો પછી તેણે અદાણી પર શા માટે હુમલો કર્યો? મારા પ્રશ્નો અંગે જય અનંત દેહાદ્રાઇ આપેલું નિવેદન મજાક સમાન છે.
ગૌતમ અદાણીએ ( Gautam adani ) તેમને પ્રશ્નો ન પૂછવા માટે પૈસાની ઓફર કરી….
અદાણી ગ્રૂપ અંગે TMC સાંસદ મહુઆ મોઈત્રાએ સ્વીકાર્યું કે, સંસદમાં પૂછવામાં આવેલા તેમના 9 પ્રશ્નો અદાણી જૂથ સાથે સંબંધિત હતા. તે પ્રશ્નો વ્યાજબી અને દેશના હિતમાં હતા. મહુઆ મોઇત્રાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ગૌતમ અદાણીએ તેમને પ્રશ્નો ન પૂછવા માટે પૈસાની ઓફર કરી હતી. મોઇત્રાએ દાવો કર્યો હતો કે, અદાણીએ છેલ્લા ત્રણ વર્ષમાં લોકસભાના બે સાંસદો દ્વારા તેમની સાથે બેસીને ડીલ કરવા માટે મારો સંપર્ક કર્યો હતો પરંતુ મેં ના પાડી દીધી હતી. મુદ્દો એ છે કે તે પ્રશ્નો ન પૂછવા માટે રોકડ આપી રહ્યા હતા. મોઇત્રાએ આગળ કહ્યું કે, ગયા અઠવાડિયે તેનો ફરી સંપર્ક કરવામાં આવ્યો અને ચૂપ રહેવા માટે કહેવામાં આવ્યું.
તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી તરફથી સમર્થન ન મળવાના પ્રશ્નના જવાબમાં TMC સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું કે, હું પાર્ટીની વફાદાર સેવક છું અને મારા મૃત્યુ સુધી રહીશ. મારી જન્મદાતા નથી, પરંતુ મમતા બેનર્જી મારી માતા સમાન છે. આને લગતા પ્રશ્નો પાયાવિહોણા છે.
આ સમાચાર પણ વાંચો : Mann Ki Baat: તહેવારો પર માત્ર સ્વદેશી સામાન જ ખરીદો! પીએમ મોદીની દેશવાસીઓને ખાસ અપીલ… જાણો મન કી બાત કાર્યક્રમની આ મહત્વની વાતો.. વાંચો વિગતે અહીં..