ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી એક મહત્ત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે. વાત એમ છે કે ઓથોરિટીને સતત ફરિયાદ મળી રહી હતી કે કેશલેસ ક્લેમ સંદર્ભે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ઘણો લાંબો સમય લેવામાં આવે છે. જેને કારણે કોરોના ના દર્દી ની હાલત ખરાબ થાય છે. આ સમગ્ર માંગણી સંદર્ભે રેગ્યુલેટરી ઓથોરિટી એ ઇન્સ્યુરન્સ કંપનીઓને આદેશ આપ્યો છે કે દર્દી પાસેથી અને હોસ્પિટલ પાસેથી કેશલેસ માટેની અરજી આવતાની સાથે જ એક કલાકની અંદર આ સંદર્ભે નિર્ણય લઇ લેવો જોઈએ. એટલે કે ઇન્સ્યોરન્સ કંપનીએ જણાવી દેવું જોઈએ કે તેઓ કેશલેસમાં પૈસા આપશે કે નહીં.
મહારાષ્ટ્રમાં ૩૫થી ૪૫ વર્ષની વચ્ચેનાં ને પહેલા વેક્સિન મળશે? આરોગ્ય મંત્રીએ આપ્યા આ સંકેત.
ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ઇરડા ના આ નિર્ણયને કારણે લોકોને ઘણી રાહત રહેશે.