News Continuous Bureau | Mumbai
Caught on cam: દેશની રાજધાની દિલ્હી (Delhi Murder) થી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માત્ર 350 રૂપિયામાં એક સગીરને 60 વખત છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આરોપી ત્યાં જ ન અટક્યો અને સગીર (Boy) ની લાશ પાસે ડાન્સ કરવા લાગ્યો. આ તમામ ચોંકાવનારી ઘટના ત્યાંના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જુઓ વીડિયો
गले पर चाकू से 60 बार प्रहार…मर्डर के बाद किया डांस
दिल्ली के वेलकम इलाके में 21 नवंबर की रात 17 वर्षीय यूसुफ की हत्या कर दी गई। हत्यारोपी भी नाबालिग है। इसने बिरयानी के लिए 350 रुपए मांगे। यूसुफ ने मना किया तो चाकू से गोदा। #Delhi pic.twitter.com/pFKRZez8eu
— Sachin Gupta (@SachinGuptaUP) November 23, 2023
ચાકુ મારીને કરવામાં આવી હત્યા
દિલ્હીની એક ગલીમાં 16 વર્ષના છોકરાએ 17 વર્ષના છોકરાની ચાકુ મારીને હત્યા કરી નાખી છે. આરોપીએ સગીર યુવતીને એક કે બે વાર નહીં પરંતુ તેની છાતી અને ગરદન પર 60 વાર છરીથી ઘા માર્યા હતા. એટલું જ નહીં ઘટના બાદ આરોપીએ લાશ પાસે ડાન્સ પણ કર્યો હતો. આરોપીએ સગીરનું ગળું કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો અને તેના માથા પર લાત મારી હતી. આરોપીએ પડોશીઓને પણ છરી બતાવીને ધમકી આપી હતી. આ તમામ ઘટના બાદ ઘાયલ સગીર છોકરાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચોઃ Western Railways: લોકલ યાત્રીઓ તૈયાર રહેજો, આ તારીખથી પશ્ચિમ રેલવે લેશે 20-દિવસનો બ્લોક; અનેક ટ્રેન કરાશે રદ્દ.. મુસાફરોને થશે હાલાકી…
આરોપીની ધરપકડ
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ બધી ચોંકાવનારી ઘટના મંગળવારે રાત્રે ઉત્તર પૂર્વ દિલ્હીના વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસે બુધવારે સવારે 16 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી છોકરાએ શાળા છોડી દીધી છે અને તે દિલ્હીમાં તેના માતા-પિતા સાથે રહે છે. આરોપીના માતા-પિતા મજૂરી કરે છે. હત્યા સમયે આરોપી પીધેલી હાલતમાં હતો. હત્યા કરાયેલો છોકરો જાફરાબાદ પાસે તેની માતા સાથે રહેતો હતો.