News Continuous Bureau | Mumbai
Congress: કોંગ્રેસના ટોચના નેતાઓ, મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ( Rahul Gandhi ) બુધવારે દિલ્હીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી અને મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. શાસક પક્ષે આવું એટલા માટે કર્યું છે કે કોંગ્રેસ ચૂંટણી ન લડી શકે. ગુરુવારે (21 માર્ચ) કોંગ્રેસ મુખ્યાલયમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે ખડગેએ કહ્યું કે આપણે લોકશાહીને બચાવવી છે અને તેથી દરેકને સમાન તક મળવી જોઈએ. તેમણે એમ પણ આરોપ લગાવ્યો હતો કે દેશના સંસાધનો, મીડિયા અને બંધારણીય અને ન્યાયિક સંસ્થાઓ પર હવે સરકારનું નિયંત્રણ છે.
મલ્લિકાર્જુન ખડગેએ ( Mallikarjun Kharge ) નિવેદન આપતા વધુમાં કહ્યું હતું કે, હાલ દેશમાં લોકસભા ચૂંટણીની ( Lok Sabha elections ) તારીખો જાહેર થઈ ગઈ છે. ભારત તેના લોકતાંત્રિક મૂલ્યો માટે જાણીતું છે. અત્યાર સુધી દેશમાં નિષ્પક્ષ ચૂંટણીઓ થઈ છે. આજે દરેક રાજકીય પક્ષોને સમાન તક મળવી જોઈએ. કોગ્રેંસ હવે આરોપ લગાવ્યો કે સત્તારૂઢ ભાજપ સરકારે ( BJP Govt ) સંસાધનો, મીડિયા, બંધારણીય અને ન્યાયિક સંસ્થાઓ પર કબજો જમાવ્યો છે. તેથી તમામ પક્ષોને સમાન તક નથી મળી રહી.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઈલેક્ટોરલ બોન્ડની જે વિગતો મળી છે તે આશ્ચર્યજનક અને શરમજનક છે: કોંગ્રેસ..
વધુમાં કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઈલેક્ટોરલ બોન્ડની જે વિગતો મળી છે તે આશ્ચર્યજનક અને શરમજનક છે. જેના કારણે દેશની છબીને ઠેસ પહોંચી છે. છેલ્લા 70 વર્ષમાં નિષ્પક્ષ ચૂંટણીઓ થઈ છે. સ્વસ્થ લોકશાહીની છબી ઉભી કરવામાં આવી હતી, પરંતુ આજે તેના પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે.
આ સમાચાર પણ વાંચો : Budaun Double Murder: બદાયુમાં ડબલ મર્ડર કેસના મુખ્ય આરોપીના ભાઈની ધરપકડ, હવે ખુલશે આ ઘાતકી હત્યાનું રહસ્ય..
તેમણે કહ્યું કે વર્તમાન સરકારે પોતાના ખાતામાં હજારો કરોડ રૂપિયા સંગ્રહ કરી નાખ્યા છે. બીજી તરફ, અમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું, જેથી અમે પૈસાના અભાવે ચૂંટણી લડી શક્યે નહીં. આ શાસક પક્ષની ખતરનાક રમત છે. આની દૂરગામી અસરો થશે. લોકશાહીને બચાવવી પડશે અને દરેકને સમાન તક મળવી જોઈએ.