ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
CBIએ ગયા મહિને નૌકાદળમાં એક ગુપ્ત ઑપરેશન શરૂ કર્યું હતું. ઑપરેશન દરમિયાન નૌકાદળના બે નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ તેમ જ અન્ય ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. એના આધારે CBIએ સબમરીન વિશેની ગુપ્ત માહિતી લીક કરવા બદલ નેવી કમાન્ડર સહિત પાંચ લોકોની મુંબઈમાંથી ધરપકડ કરી છે.
CBIએ આરોપ લગાવ્યો છે કે નેવી કમાન્ડરે નિવૃત્ત અધિકારીઓ સાથે કિલો ક્લાસ સબમરીનના ચાલી રહેલા આધુનિકીકરણ પ્રોજેક્ટની વિગતો શૅર કરી હતી. એજન્સીના ભ્રષ્ટાચારવિરોધી એકમ (ACB)ને આ સંબંધમાં માહિતી લીક થવાની તપાસનું કામ સોંપવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ આ કેસમાં અત્યાર સુધીમાં CBIએ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ સહિત કુલ 19 સ્થળોએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. દરમિયાન એજન્સીએ ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો તેમ જ ડિજિટલ પુરાવાઓ રિકવર કર્યા છે. હાલમાં સર્ચ દરમિયાન મળી આવેલા ડિજિટલ સાધનોની ફોરેન્સિક લૅબમાં તપાસ કરવામાં આવી રહી છે. એથી જાણવા માટે કે સબમરીન સંબંધિત માહિતી કોઈ રાષ્ટ્રવિરોધી તત્ત્વોના હાથમાં તો નથી ગઈ?