Site icon

CBI Court Action :દેના બેંક સાથે રૂ. 27 કરોડની છેતરપિંડીના આરોપીને 3 વર્ષની સખત કેદની સજા

CBI Court Action :મુંબઈની દેના બેંક દ્વારા ખાનગી કંપની મેસર્સ હાયનોપ ફૂડ એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મહાદેવ ડી પટેલ અને અન્ય બે ખાનગી વ્યક્તિઓ સામે દાખલ કરાયેલી લેખિત ફરિયાદના આધારે સીબીઆઈએ કેસ નોંધ્યો હતો.

CBI Court orders 3 years jail to Samast Muslim Khalifa Sunnatval Jamat's then President - Secretary for FCRA violation

CBI Court orders 3 years jail to Samast Muslim Khalifa Sunnatval Jamat's then President - Secretary for FCRA violation

News Continuous Bureau | Mumbai

CBI Court Action :

Join Our WhatsApp Community

અમદાવાદના નવરંગપુરા સ્થિત સીજેએમ, સીબીઆઈ કોર્ટે આરોપી મહાદેવ ડી પટેલને દોષિત ઠેરવીને ૩ વર્ષની સખત કેદની સજા તેમજ રૂ. 30000/- નો દંડ ફટકાર્યો હતો. અને આરોપી કંપની મેસર્સ હાયનોપ ફૂડ એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને પણ રૂ. 30000/- દંડ ફટકાર્યો હતો.

મુંબઈની દેના બેંક દ્વારા ખાનગી કંપની મેસર્સ હાયનોપ ફૂડ એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મહાદેવ ડી પટેલ અને અન્ય બે ખાનગી વ્યક્તિઓ સામે દાખલ કરાયેલી લેખિત ફરિયાદના આધારે સીબીઆઈએ કેસ નોંધ્યો હતો. કંપની મેસર્સ હાયનોપ ફૂડ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જાન્યુઆરી 1983થી અમદાવાદની એલિસ બ્રિજ શાખામાં દેના બેંક સાથે વિવિધ ક્રેડિટ સુવિધાઓનો લાભ લઈ રહી હતી. કંપની અને તેના ડિરેક્ટરોએ દેના બેંકની લેટર ઓફ ક્રેડિટ સુવિધાનો ખોટો ઉપયોગ કરી અને ફોર્જરી કરીને દેના બેંક સાથે રૂ. 27.19 કરોડની છેતરપિંડી કરી હતી.

તપાસ બાદ, 22/10/2001ના રોજ ચાર આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં બે દોષિત આરોપીઓ પણ સામેલ હતા.

ટ્રાયલ પછી, કોર્ટે આરોપી મહાદેવ ડી પટેલ અને ખાનગી કંપની મેસર્સ હાયનોપ ફૂડ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને દોષિત ઠેરવ્યા અને તેમને સજા ફટકારી હતી.

 

Vande Bharat Sleeper: ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ સેવા માટે ઉપલબ્ધ, જાણો ક્યારે અને કયા શહેર માટે કરવામાં આવશે શરૂ
Congress MP: બૂટ ભીના ન થાય તે માટે પૂર પીડિતના ખભા પર ચડી ગયા કોંગ્રેસના સાંસદ; સોશિયલ મીડિયા પર થયા જોરદાર ટ્રોલ, જુઓ વિડીયો
Red Fort theft: લાલ કિલ્લામાંથી ચોરાયેલો કરોડોનો કળશ હાપુડમાંથી મળ્યો, આરોપીએ કબૂલ્યું કે એક નહીં પણ આટલા ની કરી હતી ચોરી
Mercedes Benz: જીએસટીમાં ઘટાડાની બમ્પર અસર! આ કંપનીએ કારની કિંમતોમાં કર્યો 11 લાખ સુધીનો ઘટાડો કર્યો, જુઓ કઈ કાર પર કેટલી છૂટ મળી
Exit mobile version