News Continuous Bureau | Mumbai
CBI Raid: સીબીઆઈએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ( Satyapal Malik ) ઘરે દરોડો પાડ્યો છે. સીબીઆઈ ( CBI ) સત્યપાલ મલિકના પરિસર સહિત 30 સ્થળોએ તપાસ હાથ ધરી છે. આ મામલો જમ્મુ અને કાશ્મીરમાં ( Jammu and Kashmir ) હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ પ્રોજેક્ટના સંબંધમાં છે. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીર સહિત અન્ય શહેરોમાં ઘણી જગ્યાએ સીબીઆઈના દરોડા હાલ ચાલુ છે. કિરૂ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારનો ( corruption ) આરોપના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ મામલામાં, 2019માં હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેક્ટ ( Hydro Electric Power Plant ) માટે એક ખાનગી કંપનીને આશરે રૂ. 2,200 કરોડનો સિવિલ વર્ક કોન્ટ્રાક્ટ ( Civil Works Contract ) આપવામાં આવ્યો હતો. પૂર્વ ગવર્નર એસપી મલિક દ્વારા આ કોન્ટ્રાક્ટમાં ગોટાળો થયો હોવાનો આરોપ કર્યા બાદ સીબીઆઈએ કેસની તપાસ શરુ કરી હતી. આ કેસમાં ડિસેમ્બરમાં ઘણી જગ્યાએ દરોડા પણ પાડવામાં આવ્યા હતા. આ લોકોમાં કંપની સાથે જોડાયેલા કંવલજીત સિંહ દુગ્ગલ અને ડીપી સિંહ પણ સામેલ હતા, જેમના પર દરોડા પાડવામાં આવ્યા હતા. સત્યપાલ મલિકે એક ઈન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો હતો કે તેમને આ પ્રોજેક્ટ સહિતની બે ફાઈલોને મંજૂરી આપવા માટે 200 કરોડ રૂપિયાની ઓફર પણ આપવામાં આવી હતી, પરંતુ તેમણે તેને ફગાવી દીધી હતી.
BIG BREAKING NEWS 🚨 CBI raids former J-K Governor Satyapal Malik’s premises in Hydroelectric project alleged corruption case.
Sources have revealed that the investigative agency’s actions are aimed at uncovering any illicit activities linked to the project’s contracting process pic.twitter.com/GPQqkltjNH
— Rajshekar (@rajshekarpolkam) February 22, 2024
સત્યપાલ મલિક 23 ઓગસ્ટ, 2018 થી 30 ઓક્ટોબર, 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા..
ઉલ્લેખનીય છે કે, સત્યપાલ મલિક 23 ઓગસ્ટ, 2018 થી 30 ઓક્ટોબર, 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા.તેમણે મિડીયા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ દરમિયાન આ પ્રોજેક્ટની ફાઇલ તેમની પાસે આવી હતી, જેના પર તેમને મંજૂરી માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર મળી હતી. આ કેસમાં એજન્સીએ ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેનની ધરપકડ કરી છે, તો ભૂતપૂર્વ અધિકારીઓ અને એન્જિનિયરિંગ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Lok Sabha constituency: મહાવિકાસ આઘાડીની બેઠક ફાળવણી પર ચર્ચા અંતિમ તબક્કે, મુંબઈમાં ઠાકરે જૂથ હવે આ ચાર બેઠકો પરથી લડી શકે છે ચૂંટણી..
મિડીયા રિપોર્ટ મુજબ, સીબીઆઈએ આ કેસ સાથે જોડાયેલી કેટલીક બાબતો માટે સત્યપાલ મલિકના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. નોંધનીય છે કે, સીબીઆઈ એપ્રિલ 2022થી આ કેસની તપાસ કરી રહી છે. કિરુ પ્રોજેક્ટ કિશ્તવાડથી 42 કિલોમીટરના અંતરે છે. 20 એપ્રિલ, 2022ના રોજ જમ્મુ-કાશ્મીર સરકારે આ મામલાની તપાસ સીબીઆઈને કરવાની માંગ કરી હતી. આરોપ છે કે આ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપવા માટે ઈ-ટેન્ડરો આમંત્રિત ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ કોન્ટ્રાક્ટ આપવામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)