Site icon

સેકન્ડ લેફ્ટનન્ટથી લઈને CDS જનરલ સુધી 43 વર્ષ સેના સાથે, જાણો બિપિન રાવતની શૈક્ષણિક કારકિર્દી વિશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

બિપિન રાવતનો જન્મ ૧૬ માર્ચ, ૧૯૫૮ના રોજ ઉત્તરાખંડના પૌડી ખાતે ગઢવાલી રાજપૂત પરિવારમાં થયો હતો. તેમણે ૧૯૭૮ના વર્ષમાં આર્મી જાેઈન કરી હતી. ૨૦૧૧માં તેમણે ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી ખાતેથી મિલિટ્રી મીડિયા સ્ટડીઝમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી.  બિપિન રાવતે ૦૧ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ આર્મીના વાઈસ ચીફનું પદ સંભાળ્યું અને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ ઈન્ડિયન આર્મીના ૨૬મા ચીફની જવાબદારી મળી. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ તેઓ ભારતના પ્રથમ ઝ્રડ્ઢજી તરીકે નિયુક્તિ પામ્યા. બિપિન રાવતે ૦૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સીડીએસનો પદભાર ગ્રહણ કર્યો.  તમિલનાડુના કુન્નૂર ખાતે આજે સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમના પત્ની સહિત ૧૪ લોકો સવાર હતા. બિપિન રાવત આર્મીમાં ઉંચાઈ પર જંગ લડવા અને કાઉન્ટર ઈમરજન્સી ઓપરેશન એટલે કે, જવાબી કાર્યવાહીના એક્સપર્ટ તરીકે પ્રખ્યાત. ૨૦૧૬ના વર્ષમાં ઉરી ખાતે સેના કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલા બાદ આર્મી ચીફ જનરલ બિપિન રાવતના નેતૃત્વમાં ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પાકિસ્તાનમાં આતંકવાદી શિબિરો ધ્વંસ્ત કરવા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. બિપિન રાવતે ટ્રેન્ડ પેરા કમાન્ડોના માધ્યમથી તેને અંજામ આપ્યો હતો. ઉરી ખાતે સેનાના કેમ્પ અને પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં અનેક જવાનો શહીદ થયા ત્યાર બાદ સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.  આર્મી સર્વિસ દરમિયાન તેમણે એલઓસી, ચીન બોર્ડર અને નોર્થ ઈસ્ટ ખાતે લાંબો સમય વિતાવ્યો. બિપિન રાવતે કાશ્મીર ઘાટીમાં પહેલા નેશનલ રાઈફલ્સમાં બ્રિગેડિયર અને બાદમાં મેજર જનરલ તરીકે ઈન્ફેન્ટ્રી ડિવિઝનની કમાન સંભાળી.  સાઉથ કમાન્ડની કમાન સંભાળીને તેમણે પાકિસ્તાનને અડીને આવેલી પશ્ચિમી સરહદે મિકેનાઈઝ્‌ડ વોરફેરની સાથે સાથે એરફોર્સ અને નેવી સાથે વધુ સારો તાલમેલ કર્યો. ચાઈનીઝ બોર્ડર પર બિપિન રાવતે કર્નલ તરીકે ઈન્ફેન્ટ્રી બટાલિયનની કમાન સંભાળી.  બિપિન રાવતને ઈન્ડિયન મિલિટ્રી અકાદમીમાં (આઈએમએ) 'સ્વોર્ડ ઓફ ઓનર' વડે નવાજવામાં આવેલા. રાવત ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ ઉપરાંત ભારતીય સેનાના ૨૭મા સેનાધ્યક્ષ તરીકે પણ કાર્ય કરી ચુક્યા છે.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version