Site icon

દેશના ‘હીરો’ને વિદાય, ત્રણેય સેનાના વડાએ CDS બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી; આજે આટલા વાગે થશે અંતિમ સંસ્કાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર. 

ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના અંતિમ સંસ્કાર આજે લગભગ 4 વાગ્યે બેરાર સ્ક્વેર ખાતે થવાના છે.  

આર્મી ચીફ જનરલ એમએમ નરવણે, એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે સીડીએસ બિપિન રાવત અને તેમના પત્નીને શ્રદ્ધાંજલિ આપી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક દિવસ અગાઉ પાલમ એરબેઝ પર CDS, તેમની પત્ની અને 11 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. 

આ અઠવાડિયે, તમિલનાડુના નીલગીરી જિલ્લામાં કુન્નુરમાં સેનાના હેલિકોપ્ટર દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હતા. આમાં સીડીએસ ઉપરાંત તેમની પત્ની અને 11 જવાન સામેલ છે. 

અકસ્માતમાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સેનાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ભારતમાં વિદેશી કંપનીઓનું પલાયનઃ સાત વર્ષોમાં આટલી વિદેશી કંપનીઓએ ભારતથી પોટલા બિસ્તરા બાંધ્યા. જાણો વિગત
 

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version