News Continuous Bureau | Mumbai
International Nurses Day: આયુર્વિજ્ઞાન ઓડિટોરિયમ, આર્મી હોસ્પિટલ (R&R) ખાતે 11 મે 2024ના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મેજર જનરલ કંવરજીત સિંઘ ( Major General Kanwarjit Singh ) , ઓફજી કમાન્ડન્ટ આર્મી હોસ્પિટલ (R&R) હાજર રહ્યા હતા. મેજર જનરલ શીના પી ડી. પ્રિન્સિપાલ મેટ્રોને સૌનું સ્વાગત કર્યું હતું.
સમાજ પ્રત્યે નર્સોના યોગદાનને ચિહ્નિત કરવા દર વર્ષે ફ્લોરેન્સ નાઇટીંગેલની જન્મજયંતી પર આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

Celebrating International Nurses Day, 2024 by the Military Nursing Service
ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સે ( Nurses ) આ વર્ષની થીમ ‘અવર નર્સ અવર ફ્યુચર, ધ ઇકોનોમિક પાવર ઓફ કેર’ તરીકે જાહેર કરી છે અને થીમનું અનાવરણ મેજર જનરલ આઇ ડી ફ્લોરા, એડિશનલ ડીજીએમએનએસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે, ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઇન નર્સિંગઃ બૂન ઓર અ બેન’ ( Artificial Intelligence in Nursing: Boon or a Bane) પર ચર્ચા અને થીમ પર પેનલ ડિસ્કશનનું ( panel discussion ) આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ પેનલિસ્ટોએ નર્સિંગ વ્યવસાયમાં પડકારો, નર્સોને સશક્ત બનાવવાના અભિગમો, નર્સોની નેતૃત્વની ભૂમિકા, નર્સિંગ શિક્ષણ, આરોગ્ય સંભાળમાં ડિજિટલાઇઝેશન, નર્સ બર્ન આઉટ વગેરે સહિત વિવિધ પાસાઓની ચર્ચા કરી હતી.

Celebrating International Nurses Day, 2024 by the Military Nursing Service
આ સમાચાર પણ વાંચો: Surat : સુરત જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન અંગેની ચેતવણી આપતી ચાર એલ્પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ
મુખ્ય અતિથિએ પેનલિસ્ટોનું સન્માન કર્યું હતું અને ગુણવત્તાસભર નર્સિંગ અધિકારીઓને પ્રશંસા પ્રમાણપત્રો આપીને સન્માનિત કર્યા હતા. કેપ્ટન દીપા શજનને પુષ્પનરંજન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિએ પણ સભાને સંબોધિત કરી અને તેઓને મિલિટરી નર્સિંગ ઓફિસર્સ દ્વારા નિર્ધારિત વ્યાવસાયિક ધોરણો અને નૈતિકતા જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે MNS અધિકારીઓને અત્યંત કરુણા અને સહાનુભૂતિ સાથે દર્દીઓની કાળજી લેતા અનંત શિફ્ટમાં અથાક કામ કરવા બદલ પ્રશંસા કરી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.