ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
એક તરફ વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે ભવિષ્યમાં લોકો ઈ-વ્હીકલ તરફ વળવાના છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશમાં મોટા પ્રમાણમાં વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનો નિર્ણય લીધો છે.
આ વખતના બજેટમાં ઓટો સેકટર સાથે જોડાયેલા અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. દેશમાં મોટા પ્રમાણમાં વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવવાના છે. તેનાથી દેશના ઓટો સેક્ટર સાથે જોડાયેલા લોકોને લીધો ફાયદો થશે.
ગરીબ વર્ગ માટે ખુશીનાં સમાચાર, વર્ષ 2022-23માં સરકારની આ યોજના અંતર્ગત બનાવાશે આટલા લાખ મકાનો
હાલ જગ્યાના અભાવ સહિત અનેક કારણથી ઈ-વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ નથી. તેથી બેટરી સ્વેપિંગ પોલિસી પણ લાવવામાં આવશે. હેવી ઈ-વાહનોમાં બેટરીની અદલાબદલી કરી શકાશે. ઘણી જગ્યાએ ઈ-વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન નથી મળતા. તેથી ઈ-વાહનોમાં બેટરીની અદલાબદલી કરી શકાય તેવી વ્યવસ્થા પણ ઊભી કરાશે.
હાલ હીરો ઈલેક્ટ્રિક, ઓકિનાવા મોટર્સ, સિમ્પલ એનર્જી,બાઉન્સ ઇલેક્ટ્રિક જેવા ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદકો બેટરી સ્વેપિંગ વિકલ્પને ઓફર કરે છે.