Site icon

Urea Fertilizer: ખેડૂતો માટે સારા સમાચાર, રશિયા – યુક્રેન યુદ્ધ હોવા છતાં કેન્દ્ર સરકારે આ વસ્તુના વાજબી ભાવે ઉપલબ્ધતા કરી સુનિશ્ચિત..

Urea Fertilizer: રશિયા - યુક્રેન યુદ્ધને કારણે તાજેતરની ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ હોવા છતાં સરકારે વાજબી ભાવે ખાતરોની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી. સરકારે રવી 2021-22માં, પછી ખરીફ 2022, રવી 2022-23, ખરીફ અને રવિ 2024માં બે વખત એનબીએસ દરથી ઉપર વિશેષ/વધારાનાં પેકેજ પ્રદાન કર્યા

News Continuous Bureau | Mumbai

Urea Fertilizer:  યુરિયા ખેડૂતોને ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં લીધા વિના સ્ટેટ્યુટોરી નોટિફાઇડ મેક્સિમમ રિટેલ પ્રાઇસ (એમઆરપી) પર પ્રદાન કરવામાં આવે છે. યુરિયાની 45 કિલો બેગની સબસિડીયુક્ત એમઆરપી બેગ દીઠ રૂ.242 છે (નીમ કોટિંગ પર લાગતા ચાર્જ અને કરવેરા સિવાય). ફાર્મ ગેટ પર યુરિયાની ડિલિવરી કિંમત અને યુરિયા એકમો દ્વારા ચોખ્ખી બજાર વસૂલાત વચ્ચેનો તફાવત ભારત સરકાર દ્વારા યુરિયા ઉત્પાદક / આયાતકારને સબસિડી તરીકે આપવામાં આવે છે. તદનુસાર, તમામ ખેડૂતોને સબસિડીવાળા દરે યુરિયા પૂરા પાડવામાં આવી રહ્યા છે. 

Join Our WhatsApp Community

ફોસ્ફેટિક અને પોટાસિક (પીએન્ડકે) ખાતરોના કિસ્સામાં સરકારે 1.4.2010થી ન્યૂટ્રિઅન્ટ બેઝ્ડ સબસિડી (એનબીએસ) નીતિ અમલમાં મૂકી છે. આ નીતિ હેઠળ વાર્ષિક/દ્વિવાર્ષિક ધોરણે નક્કી કરવામાં આવેલી સબસિડીની નિશ્ચિત રકમ, ઉત્પાદક/આયાતકારને સબસિડીયુક્ત પીએન્ડકે ખાતરો પર પ્રદાન કરવામાં આવે છે, જે તેમના પોષક તત્ત્વો એટલે કે નાઇટ્રોજન (એન), ફોસ્ફરસ (પી), પોટેશિયમ (કે) અને સલ્ફર (એસ) પર આધારિત છે, જેથી ખેડૂતોને ખાતરોની ઉપલબ્ધતામાં સુધારો કરી શકાય. પી એન્ડ કે ખાતરોની આયાત નિયંત્રિત નથી અને કંપનીઓ તેમના વ્યવસાયિક ગતિશીલતા અનુસાર ખાતરના કાચા માલ, મધ્યસ્થી અને તૈયાર ખાતરોની આયાત /ઉત્પાદન કરવા માટે સ્વતંત્ર છે. જો કે, સરકાર ( Central Government ) ચાવીરૂપ ખાતરો અને કાચા માલની આંતરરાષ્ટ્રીય કિંમતો પર નજર રાખે છે અને પીએન્ડકે ખાતરો ( Urea Fertilizer )  માટે એનબીએસના દર વાર્ષિક/દ્વિવાર્ષિક ધોરણે નક્કી કરતી વખતે વધઘટ, જો કોઈ હોય તો, તેમાં ઘટાડો કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:   PM Modi Criminal Laws: PM મોદીએ આ ત્રણ નવા ફોજદારી કાયદાઓ દેશને કર્યા સમર્પિત, કહ્યું , ‘નવા ફોજદારી કાયદાઓ લોકશાહીનો પાયો રચે છે..’

સરકારે રશિયા-યુક્રેન યુદ્ધને ( Russia Ukraine War ) કારણે તાજેતરની ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ છતાં વાજબી કિંમતે ખાતરોની ( Indian Farmers ) સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે, જેમાં જરૂરિયાતના ધોરણે એનબીએસ સબસિડીના દરો ઉપરાંત વિશેષ પેકેજ પ્રદાન કરવામાં આવ્યા છે, જેથી ખાતરોની મહત્તમ રિટેલ કિંમત (એમઆરપી) સ્થિર રહે અને બજારની અસ્થિરતા જળવાઈ રહે. સરકારે રવી 2021-22માં, પછી ખરીફ 2022, રવી 2022-23, ખરીફ અને રવિ 2024માં બે વખત એનબીએસ દર ઉપરાંત વિશેષ/વધારાનાં પેકેજ પ્રદાન કર્યા છે.

વધુમાં, પોતાનાં સ્ત્રોતોમાં વિવિધતા લાવવા માટે ભારત સરકાર ખાતરનાં સંસાધનથી સમૃદ્ધ દેશો સાથે જોડાણ કરે છે અને ભારતને ( Fertilizer ) ખાતર/ઇન્ટરમિડિયેટ્સ/કાચા માલનાં પુરવઠા માટે ભારતીય ખાતર કંપનીઓ અને સંસાધનથી સમૃદ્ધ દેશોનાં સપ્લાયર્સ વચ્ચે લાંબા ગાળાની સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવાની સુવિધા આપે છે.

આ માહિતી કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે એક પ્રશ્નના જવાબમાં રાજ્યસભામાં આપી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version