News Continuous Bureau | Mumbai
Wheat : ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ( Ministry of Food and Public Distribution ) હેઠળનો ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ ઘઉંના બજાર ભાવ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત, અપ્રમાણિક તત્વો દ્વારા કોઈ સંગ્રહખોરી ન થાય અને ભાવ સ્થિર રહે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી મુજબ યોગ્ય હસ્તક્ષેપ હાથ ધરવામાં આવશે.
આરએમએસ 2024 ( RMS 2024 ) દરમિયાન, વિભાગે 112 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન ( Wheat production ) નોંધાવ્યું છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ( FCI ) એ આરએમએસ 2024 દરમિયાન 11.06.2024 સુધીમાં આશરે 266 એલએમટી ઘઉંની ખરીદી કરી છે. જાહેર વિતરણ વ્યવસ્થા ( PDS ) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ કે જે અંદાજે 184 એલએમટી છે, તેની જરૂરિયાતો પૂર્ણ કર્યા પછી, જ્યારે પણ જરૂર પડશે ત્યારે બજારમાં હસ્તક્ષેપ હાથ ધરવા માટે ઘઉંનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ થશે.
આ સમાચાર પણ વાંચો: Milind Deora: મિલિંદ દેવરાએ નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુને પત્ર લખીને મુંબઈ એરપોર્ટ પર થયેલ દુર્ઘટનાની તપાસ માટે કરી વિનંતી..
બફર સ્ટોકિંગના ( buffer stocking ) ધોરણો વર્ષના દરેક ત્રિમાસિક ગાળા માટે બદલાય છે. 1 જાન્યુઆરી, 2024ના રોજ, ઘઉંનો જથ્થો 138 એલએમટીના નિર્ધારિત બફર ધોરણની સામે 163.53 એલએમટી હતો. ઘઉંનો સ્ટોક કોઈ પણ સમયે ત્રિમાસિક બફર સ્ટોકના ધોરણોથી નીચે ગયો નથી. આ ઉપરાંત હાલ ઘઉંની આયાત પર ડયૂટી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની કોઇ દરખાસ્ત નથી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.