Site icon

Wheat : ઘઉંના બજાર ભાવ પર નજર રાખી રહી છે કેન્દ્ર સરકાર, આરએમએસ 2024માં 112 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન નોંધાવ્યું છે.

Wheat : આરએમએસ 2024માં 112 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન, ઘઉંનો પૂરતો જથ્થો ઉપલબ્ધ.ઘઉંની આયાત પર ડ્યુટી માળખામાં ફેરફાર કરવાની કોઈ દરખાસ્ત નથી: ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ

central government is monitoring the market price of wheat, RMS has projected 112 million metric tonnes of wheat production in 2024.

central government is monitoring the market price of wheat, RMS has projected 112 million metric tonnes of wheat production in 2024.

News Continuous Bureau | Mumbai

Wheat : ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ( Ministry of Food and Public Distribution ) હેઠળનો ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ ઘઉંના બજાર ભાવ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત, અપ્રમાણિક તત્વો દ્વારા કોઈ સંગ્રહખોરી ન થાય અને ભાવ સ્થિર રહે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી મુજબ યોગ્ય હસ્તક્ષેપ હાથ ધરવામાં આવશે. 

Join Our WhatsApp Community

આરએમએસ 2024 ( RMS 2024 ) દરમિયાન, વિભાગે 112 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન ( Wheat production ) નોંધાવ્યું છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ( FCI ) એ આરએમએસ 2024 દરમિયાન 11.06.2024 સુધીમાં આશરે 266 એલએમટી ઘઉંની ખરીદી કરી છે. જાહેર વિતરણ વ્યવસ્થા ( PDS ) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ કે જે અંદાજે 184 એલએમટી છે, તેની જરૂરિયાતો પૂર્ણ કર્યા પછી, જ્યારે પણ જરૂર પડશે ત્યારે બજારમાં હસ્તક્ષેપ હાથ ધરવા માટે ઘઉંનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ થશે.

આ સમાચાર  પણ વાંચો:  Milind Deora: મિલિંદ દેવરાએ નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુને પત્ર લખીને મુંબઈ એરપોર્ટ પર થયેલ દુર્ઘટનાની તપાસ માટે કરી વિનંતી..

બફર સ્ટોકિંગના ( buffer stocking ) ધોરણો વર્ષના દરેક ત્રિમાસિક ગાળા માટે બદલાય છે. 1 જાન્યુઆરી, 2024ના રોજ, ઘઉંનો જથ્થો 138 એલએમટીના નિર્ધારિત બફર ધોરણની સામે 163.53 એલએમટી હતો. ઘઉંનો સ્ટોક કોઈ પણ સમયે ત્રિમાસિક બફર સ્ટોકના ધોરણોથી નીચે ગયો નથી. આ ઉપરાંત હાલ ઘઉંની આયાત પર ડયૂટી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની કોઇ દરખાસ્ત નથી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version