ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
ગૃહ મંત્રાલયે સિટિઝનશિપ અમેન્ડમેન ઍક્ટ (CAA) માટે નિયમો બનાવવા માટે વધુ છ મહિનાનો સમય માગ્યો છે. મંત્રાલયે મંગળવારે સંસદને આ અંગેની જાણકારી આપી હતી. મંત્રાલયે રાજ્યસભા અને લોકસભાની સમિતિઓને 9 જાન્યુઆરી, 2022 સુધીનો સમય વધારવા કહ્યું છે. CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતીઓ અને સતાવાયેલા હિન્દુ, પારસી, શીખ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ સમુદાયોને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે.
કૉન્ગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ સંસદમાં પૂછ્યું હતું કે CAA નિયમોને સૂચિત કરવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે કે નહીં? તારીખ નક્કી ન થતાં તેમણે મંત્રાલયને કારણ પૂછ્યું હતું. આ સવાલના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે CAAને 12 ડિસેમ્બર, 2019ના રોજ સૂચિત કરવામાં આવ્યો હતો અને એ10 જાન્યુઆરી, 2020ના રોજ અમલમાં આવ્યો છે.
તાનાજી માલુસરેનું આ ગામ બરબાદીને આરે; ભારે વરસાદથી ગામ સાથેનો સંપર્ક તૂટ્યો, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે દેશમાં જ્યારે CAA કાયદો ઘડાયો ત્યારે તેનો દેશભરમાં વિરોધ થયો હતો. દિલ્હીનોશાહીન બાગ વિસ્તાર આ કાયદા સામેના આંદોલનનું કેન્દ્રબિંદુ હતો. આ કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતીઓ અને સતાવાયેલા હિન્દુ, પારસી, શીખ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ સમુદાયોના સ્થળાંતર કરનારા લોકો માટે નાગરિકત્વના કાયદાના નિયમોમાં ફેરફાર કરાયા હતા. અગાઉ નાગરિકત્વ માટે 11 વર્ષ ભારતમાં રહેવું જરૂરી હતું, આ સમય હવે ઘટાડીને 1થી 6 વર્ષ કરવામાં આવ્યો છે.