Site icon

મોટા સમાચાર / સરકારી કર્મચારીઓ માટે સરકારે બદલ્યો મોટો નિયમ, જો કરી કામચોરી તો ખતમ થઈ જશે પેન્શન અને ગ્રેચ્યુઈટી!

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય કર્મચારીઓને ડીએ અને બોનસ આપ્યા બાદ હવે સરકારે મોટો નિયમ બદલ્યો છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે કડક ચેતવણી પણ આપી છે. જો કર્મચારીઓ આની અવગણના કરશે તો તેમને નિવૃત્તિ પછી પેન્શન અને ગ્રેચ્યુઈટીથી વંચિત રહેવું પડશે.

Join Our WhatsApp Community

જો કોઈ કર્મચારી કામમાં બેદરકારી દાખવે છે તો સરકારના નવા નિયમો અનુસાર નિવૃત્તિ બાદ તેનું પેન્શન અને ગ્રેચ્યુઈટી રોકવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ આદેશ કેન્દ્રીય કર્મચારીઓને લાગુ પડશે, પરંતુ આગળ જતા રાજ્યો પણ તેનો અમલ કરી શકશે.

સરકારે જારી કર્યો આદેશ

કેન્દ્ર સરકારે તાજેતરમાં સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમ 2021 હેઠળ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે હાલમાં જ CCS (પેન્શન) નિયમો 2021 ના ​​નિયમ 8 માં ફેરફાર કર્યો હતો, જેમાં નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્રીય કર્મચારી તેમના સેવા કાર્યકાળ દરમિયાન કોઈ ગંભીર ગુનાખોરીમાં દોષિત ઠરશે તો નિવૃત્તિ પછી તેની ગ્રેચ્યુઈટી અને પેન્શન રોકી દેવામાં આવશે.

નોંધનીય છે કે બદલાયેલા નિયમોની માહિતી કેન્દ્ર દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવી છે. એટલું જ નહીં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો દોષિત કર્મચારીઓની માહિતી મળે તો તેમનું પેન્શન અને ગ્રેચ્યુઇટી રોકવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે. એટલે કે આ વખતે સરકાર આ નિયમને લઈને કડક છે.

આ લોકો કરશે કાર્યવાહી
 

જાણો કેવી રીતે થશે કાર્યવાહી
 

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Indian Ocean Security Crisis: હોર્મુઝ બાદ હવે હિંદ મહાસાગરમાં મિસાઈલ વર્ષા! ભારતની ‘લાઈફલાઈન’ પર ગંભીર ખતરો; ઈરાન-અમેરિકાના જંગથી દરિયાઈ વેપારમાં મચ્યો ખળભળાટ.
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version