News Continuous Bureau | Mumbai
દેશભરમાં ફરી એકવાર કોરોનાના(Covid cases) કેસમાં વધારો થયો છે. ઘણા રાજ્યોમાં ફરી એકવાર પ્રતિબંધો(Restriction) લાગી રહ્યા છે.
આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે(Central Govt) આરોગ્ય કર્મચારીઓ(Health Workers) માટે શરૂ કરાયેલી વીમા યોજનાની(Insurance plan) અવધિ વધારવાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મચારીઓ માટે શરૂ કરાયેલી વીમા યોજનાને 19 એપ્રિલથી 180 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે(Ministry of Health and Family Welfare) આ અંગે માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને દર્દીઓની(patients) સંભાળમાં લાગેલા સ્વાસ્થ્ય કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : પીએમ મોદીએ જામનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી, તસ્વીર શેર કરી ભાવવિભોર ટ્વીટ કરી… જુઓ તસવીર, જાણો વિગતે