Site icon

કાયદાકીય વિવાદોનો ઝડપી નિકાલ : સરકારે એવો ડ્રાફ્ટ રજુ કર્યો કે કોર્ટમાં જતા પહેલા વિવાદોનો નિકાલ આવી શકે છે; જાણો વિગતો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

શનિવાર.

કોઈ પણ વિવાદ માટે ખાસ કરીને વાણિજય અને અન્ય વિવાદોના તાત્કાલિક સમાધાન માટે પારંપારિક રીતે કોર્ટમાં જવાને બદલે લવાદના માધ્યમથી નિકાલ લાવવા પર ભારત સરકાર પ્રોત્સાહન આપી રહી છે. તે માટે હાલ અસ્તિત્વમાં રહેલા કાયદામાં સંશોધન અને સુધારા કરીને ઓલ્ટરનેટીવ ડીસ્પ્યુટ રીડ્રેસલ (ADR)ને પ્રોત્સાહન આપવા અને મજબૂત બનાવવા સરકારે પહેલ કરી છે. તેથી તેના ભાગ રૂપે લવાદ માટે ખાસ કાયદો લાવવાનો વિચાર કરી રહી છે.

લવાદ સંબંધી કાયદામાં હાલ અમુક અડચણો રહેલી છે. તેથી તેને દૂર કરી હાલના કાયદામાં સુધારો કરીને તેના નવેસરથી સુધારા વધારા સાથે સરકાર ફરી લાવવા માગે છે. ભારતે સિંગાપૂર સાથે મોડરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. તેથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાના મુદ્દા પર એક કાયદો લાવવો આવશ્યક છે.

પેટ્રોલ ડીઝલ સસ્તુ થશે? બિહારના યુવકોનો કમાલ; પ્લાસ્ટિકના કચરામાંથી આટલું સસ્તુ ઇંધણ બનાવવાની ફોર્મ્યુલા શોધી: જાણો વિગત

વાણિજ્ય અને અન્ય વિવાદોના સમાધાન માટે લવાદ ખાસ કરીને  સંસ્થાકીય લવાદને પ્રોત્સાહન આપવા માટે અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે અને સુવિધા આપવાના હેતુથી કેન્દ્ર સરકારે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટને મંજૂરી મળે  અને કાયદો અમલમાં આવી જાય તો રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક વિવાદોનો સમાધાનપૂર્વક ઉકેલ આવી શકશે.

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
Exit mobile version