Site icon

વડા પ્રધાન મોદીએ સંરક્ષણ મંત્રાલયના નવાં કાર્યાલયોનું કર્યું ઉદ્ઘાટન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ટીકાકારો પર સાધ્યું નિશાન; જાણો તેમણે શું કહ્યું 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં કસ્તૂરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુમાં રક્ષા કાર્યાલય પરિસરોનું ઉદ્ધાટન કર્યું છે. સાથે જ પીએમ મોદીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની નવી વેબસાઇટને પણ લૉન્ચ કરી. આ અવસરે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, સીડીએસ ચીફ જનરલ બિપિન રાવત અને સેનાધ્યક્ષ જનરલ એમ. એમ. નરવણે પણ ઉપસ્થિત રહ્યા હતા.
 
આ પ્રસંગે દેશની ત્રણેય સેનાઓના અધિકારીઓને સંબોધિત કરતાં વડા પ્રધાને કહ્યું કે આઝાદીનાં 75મા વર્ષમાં આજે આપણે દેશના પાટનગરને નવા ભારતની જરૂરિયાતો અને આકાંક્ષાઓ મુજબ વિકસિત કરવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું આગળ વધારી રહ્યા છીએ. આ નવી ડિફેન્સ ઑફિસ કૉમ્પ્લેક્સ આપણી સેનાઓના કામકાજને વધુ સુવિધાજનક, વધુ પ્રભાવી બનાવવાના પ્રયત્નોને વધુ સશક્ત કરશે.  
 
આગળ તેમણે કહ્યું કે જે લોકો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પાછળ ડંડો લઈને પડ્યા હતા તેઓ પણ આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો હિસ્સો છે, જ્યાં 7 હજારથી વધુ સેનાના અધિકારીઓ કામ કરે છે. હવે કેજી માર્ગ અને આફ્રિકા એવન્યુમાં બનેલી આ આધુનિક ઑફિસ, રાષ્ટ્રની સુરક્ષા સંલગ્ન દરેક કામને પ્રભાવી રીતે ચલાવવામાં ખૂબ મદદ કરશે. રાજધાનીમાં આધુનિક ડિફેન્સ એન્ક્લેવના નિર્માણ તરફ આ એક મોટું પગલું છે.

આનંદો! આવતા વર્ષ સુધીમાં મુંબઈગરાની સેવામાં દોડશે નવી 3 મેટ્રો રેલ, રસ્તા પર થશે 25 ટકા ટ્રાફિકમાં ઘટાડો; જાણો વિગત

Join Our WhatsApp Community

દેશની રાજધાની વિશે વાત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "જ્યારે આપણે રાજધાનીની વાત કરીએ છીએ, ત્યારે તે ફક્ત એક શહેર નથી હોતું. કોઈ પણ દેશની રાજધાની એ દેશની વિચારસરણી, નિશ્ચય, શક્તિ અને સંસ્કૃતિનું પ્રતીક હોય છે.  ભારત તો લોકતંત્રની જનની છે. આથી ભારતની રાજધાની એવી જોઈએ જેના કેન્દ્રમાં લોકો હોય, જનતા હોય. આજે આપણે જ્યારે Ease of living અને Ease of doing business પર ફોકસ કરી રહ્યા છીએ, ત્યારે એમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ એટલી જ મોટી ભૂમિકા છે. સેન્ટ્રલ વિસ્ટા સંલગ્ન જે પણ કામ આજે થઈ રહ્યું છે એના મૂળમાં પણ આ જ ભાવના છે.

પીએમ મોદીએ કહ્યું કે ડિફેન્સ ઑફિસ કૉમ્પ્લેક્સનું કામ જે 24 મહિનામાં પૂર્ણ થવાનું હતું, એ માત્ર 12 મહિનામાં પૂર્ણ થયું છે. એ પણ ત્યારે જ્યારે કોરોનાથી ઊભી થયેલી પરિસ્થિતિઓમાં લેબરથી લઈને તમામ અન્ય પડકારો સામે હતા. કોરોનાકાળ દરમિયાન આ પ્રોજેક્ટમાં સેંકડો કામદારોને રોજગાર મળ્યો છે, જ્યારે નીતિ અને નિયત ચોખ્ખાં હોય, ઇચ્છાશક્તિ પ્રબળ હોય અને પ્રયાસ ઈમાનદાર હોય તો કંઈ પણ અશક્ય હોતું નથી. બધું શક્ય હોય છે. દેશની નવી પાર્લિયામેન્ટ બિલ્ડિંગનું નિર્માણ પણ નિર્ધારિત સમયની અંદર પૂરું થશે.

શું તમે વાહન પર લીંબુ-મરચાં લટકાવો છો? હવે જરા સંભાળજો, જો કરશો આ ભૂલ તો થશે પાંચ હજાર રૂપિયાનો દંડ

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version