News Continuous Bureau | Mumbai
કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતને વધુ એક મહત્વપૂર્ણ હથિયાર મળ્યું છે. કોરોના કહેર વચ્ચે ભારત બાયોટેકની નેઝલ વેક્સિન ( nasal vaccine ) ને કેન્દ્ર સરકાર ( Centre ) તરફથી મંજૂરી ( approves ) મળી ગઈ છે. આ એક નાકની રસી ( vaccination programme ) છે. આ રસી નાક દ્વારા સ્પ્રે કરીને આપવામાં આવે છે. એટલે કે હાથ પર રસી અપાતી નથી. DCGI એ ઈન્ટ્રા નેઝલ કોવિડ રસીને 18 વર્ષથી ઉપરની વયના લોકો માટે મંજૂરી આપી છે. ભારત બાયોટેકની ( Bharat Biotechs ) આ રસીનું નામ BBV154 છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નાકની રસી એવા લોકોને આપવામાં આવશે. જેમણે કોવિશિલ્ડ અથવા કોવેક્સિન બંને ડોઝ લીધા છે. આ રસીને આજથી એટલે કે શુક્રવારથી રસીકરણ અભિયાનમાં સામેલ કરવામાં આવી છે અને આ માટે કોવિન એપ પર પણ બુકિંગ કરી શકાશે. હાલમાં, આ ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે. એવું માનવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં તેને સરકારી હોસ્પિટલોથી લઈને બજારમાં ઉપલબ્ધ કરાવી શકે છે. આ રસીની મંજૂરી મળતાં હવે કોઈને પણ રસી માટે ઈન્જેક્શન લેવાની જરૂર નહીં પડે, જો તે ઈચ્છે તો નાકમાં બે ટીપા નાખીને પણ આ રસી લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો: NSE કો-લોકેશન કૌભાંડ: કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ વડા સંજય પાંડેને આપ્યા જામીન..
ઉલ્લેખનીય છે કે ગયા મહિને ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ નાકથી અપાતી વેક્સિન ઈનકોવૈકને લઈને કેન્દ્ર સરકાર સાથે સંપર્ક કર્યો હતો. નવેમ્બરમાં ભારત બાયોટેકે કેન્દ્ર સરકારે નાકથી અપાતી કોવિડ વિરોધી રસી ઈનકોવૈકને કોવિન પોર્ટલમાં સામેલ કરવાની ભલામણ કરી હતી, જેથી તેને લેનારા લોકોને રસીકરણ સર્ટિફિકેટ મળી શકે.