ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
01જાન્યુઆરી 2021
ભારતીય સેનાનો લદાખ સીમા પર ચીન સાથેનો સંઘર્ષ હજી ચાલુ હોવાને કારણે કેન્દ્રએ સંરક્ષણ દળોની ત્રણ સેવાઓની યુદ્ધ સજ્જતા વધારવા માટે શાસ્ત્રો ખરીદવાની મંજૂરી આપી છે. કટોકટીની આવશ્યકતાઓ હેઠળ શસ્ત્ર ખરીદવા માટે ત્રણ મહિનાનો વધારો આપ્યો છે.
સરકારી સ્ત્રોતોએ અખબારને જણાવ્યું હતું કે, સંઘર્ષ માટેની સારી તૈયારી માટે સ્વદેશી અને વિદેશથી વધુ શસ્ત્ર ખરીદવા માટે કટોકટી માટે રખાયેલા આર્થિક ભંડોળનો ઉપયોગ સેના કરી શકશે. અને આમ પોતાની શક્તિનો ઉપયોગ કરવા માટે ત્રણ સેવાઓને વધારાના ત્રણ મહિનાની મંજૂરી આપવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ ત્રણેય સેવાઓ મળીને ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં બે અબજ ડોલરથી વધુની હસ્તાંતરણને અંતિમ રૂપ આપી ચૂકી છે અને કોઈપણ બાજુથી પડકારોનો સામનો કરવા માટે ભારત વધુ સારી સ્થિતિમાં છે. આમ સરકાર કે સેના દેશની સુરક્ષા અંગે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી એ વાત સ્પષ્ટ છે.