ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર છે. મોદી સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં 17 ટકા મોંઘવારી ભથ્થું મળે છે, જે વધારીને 28 ટકા કરી દેવામાં આવ્યું છે. એટલે કે સરકારે ડીયરનેસ અલાઉન્સ (DA)માં ૧૧ ટકાનો જબરદસ્ત વધારો કર્યો છે.
બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળની એક બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો થતાં કર્મચારીઓને વધુ પગાર મળશે. જોકેબીજી તરફ સરકારી તિજોરી પર ભાર વધશે.
દરમિયાન, કોરોના મહામારીને કારણે ગત વર્ષે 1 જાન્યુઆરી, 2020થી મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો નથી. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું ત્રણ સપ્તાહનું મોંઘવારી ભથ્થું બાકી છે. આવતા સપ્તાહમાં કોરોના મહામારીને કારણે સરકારે મોંઘવારી ભથ્થાના વધારાને સ્થગિત કરી દીધો છે અને સપ્ટેમ્બરથી કર્મચારીઓના પગારમાં આ વધારો મળશે.