244
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 18 વર્ષથી ઉપરના લોકોના કોવિડ-19ના બુસ્ટર ડોઝને લઇને એક મહત્વનો નિર્ણય કર્યો છે.
વિભાગે આ બુસ્ટર ડોઝ માટેના સમયગાળાને ઘટાડીને 6 મહિના કરવાનો નિર્ણય કર્યો છે.
હાલના તબક્કે બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનો તફાવત 9 મહિના છે, જે હવે પેનલની સલાહથી ઘટાડીને સરકારે 6 મહિના કર્યો છે.
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્ર બહાર પાડીને આ અંગે જાહેરાત કરી છે.
એટલે કે જો તમે બીજો ડોઝ લીધો છે, તો તમારે હવે બૂસ્ટર ડોઝ માટે 9 મહિનાની જગ્યાએ છ મહિના રાહ જોવીપ ડશે.
આ સમાચાર પણ વાંચો : એવિએશન કંપની SpiceJetની વધી મુશ્કેલીઓ-DGCAએ આ મામલે પાઠવી નોટિસ- માંગ્યો જવાબ
You Might Be Interested In