Site icon

હવે આ સ્તરના કેન્દ્ર સરકારના કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરાશે; ૫૦ વર્ષથી વધુ વયના અન્ડર પર્ફોર્મન્સને અપાશે નિવૃત્તિ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

કેન્દ્ર સરકારના કર્મચારીઓના સ્તરને આધારે માપદંડ બનાવીને સરકારે કેન્દ્રીય સચિવાલય સેવાઓથી સંબંધિત અને ૫૦ વર્ષથી ઉપરના તેના અન્ડર-સેક્રેટરી સ્તરના અધિકારીઓની કામગીરીની સમીક્ષા શરૂ કરી છે. આ કવાયતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે, કારણ કે અગાઉ સમાન સમીક્ષા બાદ, ઘણા અન્ડર પર્ફોર્મન્સઅધિકારીઓને અકાળે નિવૃત્તિ આપવામાં આવી હતી.

આ કવાયતમાં નિર્ધારિત માપદંડ મુજબ વધુ રજા, અખંડિતતા શંકા / શંકાસ્પદ સંપત્તિ વ્યવહાર / ભ્રષ્ટાચાર અથવા નબળા તબીબી સ્વાસ્થ્યના રેકૉર્ડ્સ પર અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. આ માપદંડમાં જો કોઈ ૫૦ વર્ષથી વધુ વયનો કર્મચારી અન્ડર પર્ફોર્મન્સજણાશે તો તેને જનહિતમાં સેવાનિવૃત્ત કરાશે. જોકેજે કર્મચારીઓ એક વર્ષની અવધિમાં નિવૃત્ત થવાના છે તેમને આ સમીક્ષામાંથી બહાર રખાશે.

આખરે મહામહેનતે બોર્ડે CETની સાઇટ ફરી શરૂ કરી; જાણો રજિસ્ટ્રેશનનું નવું સમયપત્રક અને બીજી જરૂરી વિગતો અહીં

વિભાગો અને મંત્રાલયોએ હાર્ડ કૉપીમાં અથવા ચોક્કસ ઈ-મેઇલ આઇડી દ્વારા સૂચવેલ 15 કૉલમ્સમાં ડેટા / ઇનપુટ્સ પ્રદાન કરવાના રહેશે. મંત્રાલયો અને વિભાગોને કડક સૂચના આપવામાં આવી છે કે સમીક્ષા ફૉર્મમાં કોઈ પણ કૉલમ ખાલી છોડી શકાશે નહિ. અધિકારીનું નામ, હોદ્દો, ઈ-મેઇલઆઇડી અને ટેલિફોન નંબર સચોટ રીતે આપવા જણાવવામાં આવ્યું છે કે જેથી આગળની સ્પષ્ટતાના કિસ્સામાં ડિપાર્ટમેન્ટ સમક્ષ ફોલોઅપ કરવું સરળ બને.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સરકારે કહ્યું હતું કે આ નિયમો હેઠળ સરકારી કર્મચારીઓની અકાળ નિવૃત્તિ કોઈ દંડ નથી. તે 'ફરજિયાત નિવૃત્તિજે સેન્ટ્રલ સિવિલ સર્વિસ (CCS) નિયમો હેઠળ સૂચવેલ દંડમાંથી એક છે, એનાથી અલગ છે.સમીક્ષાની કવાયત શરૂ કરતાં પહેલાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે જાહેર હિતમાં આવું કરવું જરૂરી હોય તો નિયમો હેઠળ સરકારી કર્મચારીને નિવૃત્ત કરવાનો સંપૂર્ણ અધિકાર સરકારને છે."

New Traffic Challan Rules: ચલણ ભરતા પહેલા આ સમાચાર જરૂર વાંચજો! ટ્રાફિક દંડને ઓનલાઇન પડકારવાની સુવિધા શરૂ; જાણો પુરાવા તરીકે કયા ડોક્યુમેન્ટ્સ રાખવા પડશે સાથે.
PM Narendra Modi: બાળાસાહેબ ઠાકરે એટલે અણનમ નેતૃત્વ! જન્મ શતાબ્દી પર PM મોદીએ મરાઠીમાં પોસ્ટ શેર કરી વધાર્યું મહારાષ્ટ્રનું માન; જાણો આખી વિગત
IMD Weather Alert:વરસાદ અને કરાનો ડબલ એટેક! દિલ્હી-યુપીમાં બદલાયો મિજાજ, વાવાઝોડા સાથે ત્રાટકશે આફત; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Exit mobile version