News Continuous Bureau | Mumbai
Republic Day: દેશભરના 24 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ 250 લાભાર્થી ચેરમેન પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી ( PACS ) અને તેમના જીવનસાથીઓ આ વખતે ભારત સરકારના ( Indian Government ) “વિશેષ અતિથિઓ” તરીકે કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ પરેડ 2024ના ( Republic Day Parade 2024 ) સાક્ષી બનશે. સંરક્ષણ મંત્રાલયના સહયોગથી સહકાર મંત્રાલય ( Ministry of Cooperation ) પ્રજાસત્તાક દિવસ પરેડ 2024માં વિશેષ મહેમાનોનું ( special guests ) આયોજન કરી રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “સહકાર દ્વારા સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરવા માટે ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના સક્ષમ માર્ગદર્શન હેઠળ સહકાર મંત્રાલયે ખૂબ જ ઓછા સમયમાં 54થી વધુ મહત્વપૂર્ણ પહેલ કરી છે. “PACS નું કોમ્પ્યુટરાઈઝેશન” એ એક મુખ્ય પહેલ છે, જે અંતર્ગત 63,000 PACSને રૂ. 2,516 કરોડના કુલ નાણાકીય ખર્ચ સાથે કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) દ્વારા વિકસિત ERP (એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ) સોફ્ટવેર પર 28 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 12,000થી વધુ PACS કોમ્પ્યુટરાઇઝ્ડ અને ઓનબોર્ડ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Fit India Champions : યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ફિટ ઇન્ડિયા મિશન ‘ફિટ ઇન્ડિયા ચેમ્પિયન્સ’ પોડકાસ્ટ શ્રેણી શરૂ કરવા માટે તૈયાર
રાજધાની દિલ્હીમાં તેમના રોકાણ દરમિયાન, વિશેષ અતિથિ 25 જાન્યુઆરીએ સહકાર રાજ્ય મંત્રી શ્રી બીએલ વર્મા સાથે મુલાકાત કરશે અને રાત્રિભોજન કરશે. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ નિહાળ્યા બાદ તેઓ સાંજે “ભારત પર્વ”માં હાજરી આપશે.
સહકાર મંત્રાલય પ્રજાસત્તાક દિને દિલ્હીમાં આમંત્રિત આ વિશેષ મહેમાનોની મુલાકાતને યાદગાર અનુભવ બનાવવા અને PACS કોમ્પ્યુટરાઈઝેશન પ્રોજેક્ટની સફળતા દર્શાવવા માટે પ્રતિબદ્ધ છે. આ ઇવેન્ટ સહભાગી PACSને ‘સહકાર દ્વારા સમૃદ્ધિ’ ના વિઝનને સાકાર કરવા માટે નવેસરથી ઉત્સાહ સાથે કામ કરવા પ્રેરિત કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.