Site icon

Chandrayaan 3 : ‘સ્વાગત છે’ ચંદ્ર પર ચંદ્રયાન-2એ ચાંદ પર ચંદ્રયાન-3નું આ રીતે કર્યું સ્વાગત.. લેન્ડિંગને લઈને ઈસરોએ આપી આ માહિતી..

Chandrayaan 3: ઈસરોએ ચંદ્રયાન-3ને લઈને નવીનતમ અપડેટ આપી છે. ઈસરોએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3 અને ચંદ્રયાન-2ના ઓર્બિટર વચ્ચે સંપર્ક થયો છે.

Chandrayaan 3 :Nasa Lro Observes Chandrayaan 3 Landing Site Share Vikram Lander Site Photo

Chandrayaan 3 : ચંદ્ર પર લેન્ડીંગના ચાર દિવસ ચંદ્રયાન સાથે બન્યું હતું આવું? નાસાએ જાહેર કરી અનસીન તસવીર.. જુઓ ફોટો

News Continuous Bureau | Mumbai 

Chandrayaan 3: ભારત(India) નું મિશન ચાંદ સતત તેના કદમ તરફ આગળ વધી રહ્યું છે. દરેક ક્ષણે અંતર ઘટી રહ્યું છે. હવે ઈસરો(ISRO) એ ચંદ્રયાન-3ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ઈસરોએ માહિતી આપી છે કે ચંદ્રયાન-3 અને ચંદ્રયાન-2 ઓર્બિટર વચ્ચેનો સંચાર સફળતાપૂર્વક સ્થાપિત થઈ ગયો છે. ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3નું ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્વાગત કર્યું છે અને બંને વચ્ચે સંપર્ક થયો છે. ISROના ચંદ્રયાન-3 મિશન(Mission Moon) ના સોફ્ટ લેન્ડિંગને હવે ગણતરીના કલાક બાકી છે, દરમિયાન માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની નજર આ મિશન પર છે.

Join Our WhatsApp Community

ભારતનું અવકાશયાન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીને ચુંબન કરવા માટે દરેક ક્ષણે નજીક આવી રહ્યું છે. ઈસરોના વૈજ્ઞાનિકોને સંપૂર્ણ ખાતરી છે કે ભલે ગમે તે થઈ જાય પરંતુ આ વખતે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરીને જ રહેશે.. સૌપ્રથમ ઈસરોના ચીફ એસ. સોમનાથ અને પછી ચંદ્રયાન-2 અને 3ના પ્રક્ષેપણ સમયે ઈસરોના સહયોગી એરોસ્પેસ સાયન્ટિસ્ટ પ્રોફેસર રાધાકાંત પાધીએ પણ દાવો કર્યો છે કે ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ ઈસરોએ ઘણા સુધારા કર્યા છે અને ચંદ્રયાન-3ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે સફળતાપૂર્વક લેન્ડ કરશે.

ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે સંપર્ક

ઈસરોએ સોમવાર, 21 ઓગસ્ટ, 2023ના રોજ માહિતી આપી હતી કે ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે ચંદ્ર તરફ આગળ વધી રહેલા યાન-3 દ્વારા સફળતાપૂર્વક સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. બંને વચ્ચે દ્વિપક્ષીય સંપર્ક સ્થાપિત થયો છે. ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રની ભ્રમણકક્ષામાં યાન-3નું સ્વાગત કર્યું છે. તમને જણાવી દઈએ કે રવિવાર સવાર સુધી ચંદ્રની સપાટીથી ચંદ્રયાન-3નું અંતર માત્ર 25 કિલોમીટર હતું, જે હવે ઘણું ઘટી ગયું છે. ચંદ્રયાન-3 ચંદ્રની આસપાસ ચક્કર લગાવતા તેની નજીક આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈગરાઓ સાચવજો! ચોમાસામાં થતા રોગોમાં વધારો.. રાજ્યમાં સૌથી વધુ મેલેરિયાના દર્દીઓ મુંબઈમાં.. જાણો આંકડા..

લેન્ડિંગ અપડેટ

ઈસરોએ 21 ઓગસ્ટે ચંદ્રયાન-3ના લેન્ડિંગ અંગે નવીનતમ અપડેટ પણ બહાર પાડી છે. તેમણે જણાવ્યું કે લેન્ડિંગનો સમય 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ સમયે, વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ માટે પ્રયાસ કરવામાં આવશે. ઈસરોએ એ પણ માહિતી આપી હતી કે લેન્ડિંગ ઈવેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ સ્થાનિક સમય મુજબ સાંજે 5.20 વાગ્યે શરૂ થશે.

ચંદ્રયાન-2 ક્રેશ 

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 માં ભારતે તેનું મિશન ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતું, તે છેલ્લા વળાંક સુધી બરાબર ચાલ્યું પરંતુ સોફ્ટ લેન્ડિંગમાં સમસ્યા થઈ હતી. ચંદ્રયાન-2 ક્રેશ થયું હતું, પરંતુ તેણે પોતાનું કામ કરી દીધું હતું. ચંદ્રયાન-2નું ઓર્બિટર છેલ્લા 4 વર્ષથી ચંદ્રની આસપાસ ફરે છે અને પોતાનું કામ કરી રહ્યું છે. હવે ચાર વર્ષ પછી જ્યારે વિક્રમ લેન્ડર ફરી ચંદ્રની નજીક પહોંચ્યું છે, ત્યારે ચંદ્રયાન-2નું ઓર્બિટર એક્ટિવ થઈ ગયું છે.

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version