ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 નવેમ્બર, 2021
સોમવાર
આજથી શરૂ થયેલા નવેમ્બર મહિનાથી રોજિંદા ઘણા નિયમોમાં પરિવર્તન થશે. જેમાં બેંક, સરકારી કચેરીઓ અને ખાનગી ક્ષેત્રના કેટલાક નિયમો સામેલ છે. તે આપણા જીવનને અસર કરી શકે છે. તેથી તેમના વિશે જાણવું જરૂરી છે.
LPGની કિંમતમાં વધારો
LPGમાં ભાવવધારા હોઈ શકે છે. 6 સપ્ટેમ્બરે ઘરેલુ LPGના ભાવમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી, દિલ્હીમાં 14.2 કિલોના બિન-સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે દેશના ઘણા શહેરોમાં તે 1000 રૂપિયા થઈ ગઈ છે.
પેન્શનરો માટે SBIની ખાસ સુવિધા
1 નવેમ્બરથી દેશની સૌથી મોટી બેંક SBI તેના ગ્રાહકો માટે એક નવી સુવિધા શરૂ કરી છે. પેન્શનધારકોએ તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવા માટે બેંકમાં જવું નહિ પડે. બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પેન્શનર 1 નવેમ્બર પછી વીડિયો કોલ દ્વારા પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે છે.
દિવાળી નિમિત્તે વિશેષ ટ્રેનો
દિવાળી અને છઠ પૂજા પર મોટી સંખ્યામાં લોકો તેમના ગામ જાય છે. જેના કારણે ટ્રેનોમાં ભીડ વધી રહી છે. આને ધ્યાનમાં રાખીને રેલ્વે 1 નવેમ્બરથી છઠ અને દિવાળી પર વિશેષ ટ્રેન દોડાવશે.
આવા મોબાઈલમાં વોટ્સએપ બંધ થશે
1 નવેમ્બરથી ઘણા મોબાઈલમાં વોટ્સએપ બંધ થશે. હવે WhatsApp ફક્ત તે જ સ્માર્ટફોનમાં કામ કરશે, જે એન્ડ્રોઇડ 4.1 અથવા તેનાથી વધુ, iOS 10 અથવા તેના પછીના, KAI 2.5.0 કે તેના પછીના વર્ઝનમાં કામ કરશે.
ગેસ સિલિન્ડર બુક કરવા માટે OTP જરૂરી
1લી નવેમ્બરથી LPG સિલિન્ડર key માટે OTP ફરજિયાત બનશે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી LPG સિલિન્ડર બુક કરાવવા પર OTP મળશે. સિલિન્ડર ડિલિવરી સમયે OTP જણાવવું જરૂરી રહેશે.
ટ્રેનોના સમયમાં ફેરફાર
રેલ્વે 1લી નવેમ્બરથી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવા જઈ રહી છે. રાજસ્થાન ડિવિઝનમાં 1 નવેમ્બરથી 100 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે. તેથી, જો તમારે ટ્રેન દ્વારા ક્યાંક જવું હોય, તો તેના સમય વિશે જાણી લેજો.