Site icon

Western Railway : મુસાફરોને થશે હેરાનગતિ.. સાબરમતી-દૌલતપુર ચૌક અને ગાંધીનગર કેપિટલ-જમ્મુતવી એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર; જાણો કારણ

Western Railway : સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Changes in the terminal stations of Sabarmati-Daulatpur Chowk and Gandhinagar Capital-Jammu and Vidarbha Express

Changes in the terminal stations of Sabarmati-Daulatpur Chowk and Gandhinagar Capital-Jammu and Vidarbha Express

  News Continuous Bureau | Mumbai 

Western Railway :

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનો ના સમયપાલન ને વધુ બહેતર બનાવવાના ઉદ્દેશય થી સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા કેટલીક ટ્રેનોના સંચાલન સમય અને કોચ સંરચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

Western Railway : ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન

1. ટ્રેન નં. 19411 સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ 15 મે 2025 થી સાબરમતીના બદલે ગાંધીનગર કેપિટલ થી (10.05 કલાકે) ઉપડશે.
2. ટ્રેન નં. 19412 દૌલતપુર ચૌક-સાબરમતી એક્સપ્રેસ 14 મે 2025 થી સાબરમતી ને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર (15.05 કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે.
3. ટ્રેન નં. 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ ને બદલે સાબરમતી થી (10:25 કલાકે) ઉપડશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 10.53/10.58 કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય યથાવત રહેશે.
4. ટ્રેન નં.19224 જમ્મુતવી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 14 મે 2025 થી ગાંધીનગર કેપિટલને બદલે સાબરમતી સ્ટેશન પર (14.05 કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે. આ ટ્રેનનો ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 13:08/13:10 કલાકનો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે. 

આ સમાચાર પણ વાંચો: પશ્ચિમ રેલ્વે ચલાવશે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

Western Railway : ટ્રેનો ના સમયમાં આંશિક પરિવર્તન

1. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી 10.30 કલાકને બદલે 10.25 કલાકે ઉપડશે અને ચાંદલોડિયા બી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 10.50/10.52 કલાક નો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.
2. ટ્રેન નંબર 19107 ભાવનગર-MCTM ઉધમપુર એક્સપ્રેસ નો 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 10.05/10.10 કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન- પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.

Western Railway : કોચ સંરચનામાં પરિવર્તન

* ટ્રેન નં. 22957/22958 ગાંધીનગર કેપિટલ-વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી અને 14 મે 2025 થી વેરાવળથી એસી 2-ટાયર ના 2 કોચ, એસી 3-ટાયરના 5 કોચ, સ્લીપર ક્લાસના 8 કોચ, જનરલ ક્લાસના 4 કોચ અને 2 કોચ એસએલઆરડી ની સાથે સંચાલિત થશે.

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

 

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version