Site icon

નામિબિયા સાથે ભારતનો કરાર, આફ્રિકાથી ફરી આટલા ચિત્તા ભારત લાવવામાં આવશે!

મોદી સરકાર નામિબિયાથી 8 ચિત્તા ભારત લાવી છે. સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશના કુનોના એક પાર્કમાં ચિત્તાઓને છોડવામાં આવ્યા હતા. દરમિયાન હવે સમાચાર છે કે 12 થી 14 વધુ ચિત્તાઓ આફ્રિકાથી ભારતમાં લાવવામાં આવશે.

12 South African Cheetahs To Land In India On Saturday

ભારતમાં ચિત્તાઓની વધશે સંખ્યા, કૂનો નેશનલ પાર્કમાં આ તારીખે ફરી આવી રહ્યા છે 12 ચિત્તા, આ વખતે નામીબિયાથી નહીં પણ અહીંથી..

News Continuous Bureau | Mumbai

મોદી સરકાર ( govt ) નામિબિયાથી 8 ચિત્તા ( Cheetahs  ) ભારત લાવી છે. સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશના કુનોના એક પાર્કમાં ચિત્તાઓને છોડવામાં આવ્યા હતા. દરમિયાન હવે સમાચાર છે કે 12 થી 14 વધુ ચિત્તાઓ ( big cats ) આફ્રિકાથી ભારતમાં ( India ) લાવવામાં આવશે.

Join Our WhatsApp Community

કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન અશ્વિની કુમાર ચૌબેએ રાજ્યસભામાં માહિતી આપી હતી કે આગામી 5 વર્ષમાં આફ્રિકાથી ટૂંક સમયમાં 12 થી 14 ચિત્તા ભારતમાં લાવવામાં આવશે. ભારત સરકારે આ હેતુ માટે નામિબિયા સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર પણ કર્યા છે. તાજેતરમાં, 8 ચિત્તાઓને નામીબીયાથી ભારતમાં લાવવામાં આવ્યા હતા અને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. તેમાં 5 માદા અને 3 નર ચિત્તા છે. કુનોમાં ગયા બાદ આ ચિત્તાઓએ શિકાર કરવાનું શરૂ કરી દીધું છે. પ્રોજેક્ટ ટાઈગર હેઠળ, ભારતમાં ચિત્તાના પુનઃ પ્રવેશ માટે રૂ. 38.7 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ 2021-22થી શરૂ થશે અને 2025-26 સુધી ચાલશે, એમ પર્યાવરણ મંત્રી ચૌબેએ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:   સંસદનું શિયાળુ સત્ર નિર્ધારિત સમય પહેલા સમાપ્ત, આ વખતે સત્રમાં આટલા બિલો રજૂ કરવામાં આવ્યા..

અશ્વિની કુમાર ચૌબેએ એમ પણ કહ્યું કે, કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલા 8 ચિત્તા સંપૂર્ણપણે સુરક્ષિત છે. નામીબિયાથી ભારત લાવવામાં આવ્યા બાદ આ તમામ ચિત્તાઓને થોડા સમય માટે ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. આ પછી તેઓને કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે 16 ફોરેસ્ટ ગાર્ડની ટીમ આ ચિત્તાઓ પર નજર રાખી રહી છે. 17 સપ્ટેમ્બરના રોજ 8 ચિત્તાઓને નામીબિયાથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા. આ ચિત્તાઓને વડાપ્રધાન મોદીના જન્મદિવસે નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. આ ચિત્તાઓને તેમના નવા ઘરમાં રહેવા માટે ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે

Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.
Piyush Goyal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર: ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, જાણો ખેડૂતો અને માછીમારોને શું થશે ફાયદો.
Exit mobile version