Site icon

Chenab Bridge: દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર દોડી ટ્રેન, સંગલદાનથી રિયાસી સુધીની ટ્રાયલ સફળ, જુઓ વીડિયો..

Chenab Bridge: ચિનાબ નદી પર લગભગ 359 મીટર ઉપર બનેલો આ પુલ વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ છે.

Chenab Bridge Indian Railways conducts trial run on world's highest steel arch rail bridge

Chenab Bridge Indian Railways conducts trial run on world's highest steel arch rail bridge

 News Continuous Bureau | Mumbai 

Chenab Bridge: જમ્મુ-કાશ્મીરમાં બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ ચિનાબ રેલવે( Chenab Bridge ) બ્રિજ પર ટૂંક સમયમાં જ ટ્રેનો દોડતી જોવા મળશે. લગભગ 359 મીટરની ઊંચાઈ પર ચિનાબ નદી પર બનેલો આ પુલ વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ છે. રેલવે અધિકારીઓએ રવિવારે રામબન જિલ્લાના સંગલદાન અને જમ્મુ અને કાશ્મીર ( Jammu Kashmir ) ના રિયાસી વચ્ચે નવા બનેલા ચેનાબ રેલવે બ્રિજનું નિરીક્ષણ કર્યું.

Join Our WhatsApp Community

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સફળ પરીક્ષણનો વીડિયો શેર કર્યો છે.  કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું, પ્રથમ ટ્રાયલ ટ્રેન સંગલદાનથી રિયાસી સુધી સફળતાપૂર્વક દોડી છે, જેમાં ચેનાબ બ્રિજને પાર કરવાનો પણ સમાવેશ થાય છે. યુએસબીઆરએલ માટેનું તમામ બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે, માત્ર ટનલ નંબર એક આંશિક રીતે અધૂરી છે.

Chenab Bridge: આ પુલના નિર્માણમાં 1,486 કરોડ રૂપિયાનો ખર્ચ થયો.

ઉધમપુરા શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ પુલ 1486 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.

આ સમાચાર  પણ વાંચો : Mumbai Weather : મુંબઈગરાઓને બફારાથી મળશે રાહત, આજે મુંબઈ, થાણેમાં વરસાદની વકી; હવામાન વિભાગે જારી કર્યું આ એલર્ટ..

Chenab Bridge: આ ટ્રેન 7 સ્ટેશનો થઈને બારામુલા પહોંચશે.

ચિનાબ રેલવે બ્રિજના નિર્માણ માં કુલ 30,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પુલ નદી પર 1486 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તે 260 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનનો સામનો કરી શકે છે. આ પુલનું નિર્માણ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે. આ ટ્રેન 7 સ્ટેશનો થઈને બારામુલા પહોંચશે. તેનો ઉદ્દેશ્ય ખીણના લોકોને યોગ્ય પરિવહન સુવિધા પૂરી પાડવાનો છે.

Chenab Bridge: આ પુલ એફિલ ટાવર કરતા પણ ઉંચો છે

જમ્મુ અને કાશ્મીર માં બનેલો વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ લગભગ 359 મીટરની ઊંચાઈએ ચેનાબ નદી પર બનેલો છે અને તે એફિલ ટાવર થી 35 મીટર ઊંચો છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસન આ પુલને પ્રવાસીઓના આકર્ષણ તરીકે વિકસાવવાની યોજના બનાવી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vande Bharat Sleeper: ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ સેવા માટે ઉપલબ્ધ, જાણો ક્યારે અને કયા શહેર માટે કરવામાં આવશે શરૂ
Congress MP: બૂટ ભીના ન થાય તે માટે પૂર પીડિતના ખભા પર ચડી ગયા કોંગ્રેસના સાંસદ; સોશિયલ મીડિયા પર થયા જોરદાર ટ્રોલ, જુઓ વિડીયો
Red Fort theft: લાલ કિલ્લામાંથી ચોરાયેલો કરોડોનો કળશ હાપુડમાંથી મળ્યો, આરોપીએ કબૂલ્યું કે એક નહીં પણ આટલા ની કરી હતી ચોરી
Mercedes Benz: જીએસટીમાં ઘટાડાની બમ્પર અસર! આ કંપનીએ કારની કિંમતોમાં કર્યો 11 લાખ સુધીનો ઘટાડો કર્યો, જુઓ કઈ કાર પર કેટલી છૂટ મળી
Exit mobile version