News Continuous Bureau | Mumbai
Chenab Rail Bridge: દેશભરમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી દેશના અલગ-અલગ ભાગોમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે, જેનું આવતીકાલે સમાપન થશે. સ્વતંત્રતા દિવસના અવસર પર દરેક જગ્યાએ લોકો દેશભક્તિની ભાવનાથી ભરેલા જોવા મળે છે.
Tiranga rally was taken out with a 750 m long tricolor, on the World’s highest railway bridge on Chenab River ahead of Independence Day in Reasi, Jammu & Kashmir #IndependenceDayIndia pic.twitter.com/lY4tiOrPVx
— DD News (@DDNewslive) August 13, 2024
Chenab Rail Bridge: 750 મીટર લાંબા ત્રિરંગા ધ્વજ સાથે તિરંગા રેલી કાઢવામાં આવી
જમ્મુ-કાશ્મીરના આ પુલનું નામ ‘ચેનાબ રેલ બ્રિજ’ છે, જેની ઉંચાઈ 1,178 ફૂટ છે. ચિનાબ રેલ બ્રિજ વિશ્વના સૌથી લાંબા પુલ તરીકે ઓળખાય છે. ચિનાબ રેલ્વે બ્રિજની ઊંચાઈ એફિલ ટાવરની ઊંચાઈ કરતાં લગભગ 35 મીટર વધુ છે. સ્વતંત્રતા દિવસ પહેલા, જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં ચેનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ પર 750 મીટર લાંબા ત્રિરંગા ધ્વજ સાથે તિરંગા રેલી કાઢવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Delhi flag hoisting row: દિલ્હીમાં ધ્વજ ફરકાવવાના વિવાદમાં નવો ટ્વીસ્ટ, એલજીએ આતિશીની જગ્યાએ આ મંત્રીના નામને આપી મંજૂરી…
Chenab Rail Bridge: લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા
રેલીમાં હાજર તમામ લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે ડીએસપીએ લોકોને સ્વતંત્રતા દિવસ નિમિત્તે કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની જાણ કરવા અપીલ કરી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)