Site icon News Continuous Bureau | Mumbai

Chhattisgarh Vidhan Sabha Election 2023: મિઝોરમ અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટે મતદાન થયુ શરુ, આ દિગ્ગજોનું ભવિષ્ય EVMમાં થશે કેદ… જાણો વિગતે અહીં..

Chhattisgarh Vidhan Sabha Election 2023: છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે જેમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન શરુ થઈ ગયું છે. ચૂંટણીનું પરિણામ 3 ડીસેમ્બરે જાહેર થશે.

Chhattisgarh Vidhan Sabha Election 2023 Voting has started for the first phase in Mizoram and Chhattisgarh,

Chhattisgarh Vidhan Sabha Election 2023 Voting has started for the first phase in Mizoram and Chhattisgarh,

News Continuous Bureau | Mumbai

Chhattisgarh Vidhan Sabha Election 2023: છત્તીસગઢ અને મિઝોરમમાં ( Mizoram ) વિધાનસભા ચૂંટણી માટેની મતદાન ( voting )  પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે જેમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન શરુ થઈ ગયું છે. ચૂંટણીનું પરિણામ 3 ડીસેમ્બરે જાહેર થશે. આ સિવાય રાજસ્થાન અને તેલંગાણામાં પણ આજ મહિનામાં મતદાન થવાનું છે તે સિવાય છત્તીસગઢના બીજા તબક્કા માટે પણ મતદાન કાર્યક્રમ યોજાશે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની આ ચૂંટણી સરકાર અને વિપક્ષી મહાગઠબંધન માટે લીટમસ ટેસ્ટ ( litmus test ) સાબિત થઇ શકે છે.

Join Our WhatsApp Channel

છત્તીસગઢના નક્સલી વિસ્તારો સહિત 20 બેઠકો પર મતદાન શરુ થઇ ગયું છે એવામાં સુકમામાં IED વિસ્ફોટ થયાના સમાચાર મળી રહ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુકમાના ટોંડામાર્કા વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં CRPF કોબ્રા બટાલિયનનો એક જવાન ઘાયલ થયો હતો. આ જવાન છત્તીસગઢમાં ચૂંટણી ફરજ પર તૈનાત હતો.

મિઝોરમમાં 40 સીટો પર મતદાન

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. વિધાનસભાની 90માંથી 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ સહિત ભાજપ અને કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ( Assembly elections ) નવેમ્બર 2018માં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને ભૂપેશ બઘેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

આ બેઠકો હોટ ફેવરીટ

-નારાયણપુરથી ભાજપના ઉમેદવાર કેદાર કશ્યપ સામે કોંગ્રેસના ઉમેદવાર ચંદન કશ્યપ
-બીજાપુરથી ભાજપના ઉમેદવાર મહેશ ગગડા સામે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માંડવી
-અંતાગઢથી ભાજપના ઉમેદવાર વિક્રમ યુસેન્ડીની સામે કોંગ્રેસના ઉમેદવાર રૂપ સિંહ પોટાઈ
-દંતેવાડાથી ભાજપના ઉમેદવાર ચેતરામ અરામી સામે કોંગ્રેસના ઉમેદવાર છવિેન્દ્ર મહેન્દ્ર કર્મ

આ સમાચાર પણ વાંચો :  PM Modi anupma: વોકલ ફોર લોકલ ના અભિયાન માટે પીએમ મોદીએ લીધો ‘અનુપમા’ નો સહારો, વિડીયો શેર કરી દેશવાસીઓ ને કરી ખાસ અપીલ

મિઝોરમમાં 40 સીટો પર મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી, જેમાં મિઝો નેશનલ ફ્રન્ટે જીત મેળવી હતી અને રાજ્યમાં સરકાર બનાવી હતી. ત્યારબાદ જોરમથાંગા મુખ્યમંત્રી બન્યા. રાજ્યમાં આજે મતદાન શરુ છે તે પહેલા વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને સરકારી અધિકારીઓએ મતદાન કર્યું છે. સરકારી અધિકારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું છે, તો વિકલાંગ લોકો અને વૃદ્ધને ઘરે બેસીને મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. 5,306 વૃદ્ધ નાગરિકો, વિકલાંગ વ્યક્તિઓ (PWD) અને સરકારી અધિકારીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

પ્રથમ તબક્કામાં આ દિગ્ગજોના ભાવિનો થશે

પ્રથમ તબક્કામાં શાસક પક્ષ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ દીપક બૈજ (ચિત્રકૂટ), મંત્રી કવાસી લખમા (કોન્ટા), મોહન મરકામ (કોંડાગાંવ), મોહમ્મદ અકબર (કાવર્ધા) અને છવિેન્દ્ર કર્મા (દંતેવાડા)થી ઉમેદવાર છે.

છવિેન્દ્ર કોંગ્રેસના દિવંગત નેતા મહેન્દ્ર કર્માના પુત્ર છે. પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ ભાજપ તરફથી મેદાનમાં છે, જેઓ રાજનંદગાંવથી ખનિજ વિકાસ નિગમના અધ્યક્ષ ગિરીશ દેવાંગન સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય ચાર પૂર્વ મંત્રીઓ લતા ઉસેંડી (કોંડાગાંવ સીટ), વિક્રમ ઉસેડી (અંતાગઢ), કેદાર કશ્યપ (નારાયણપુર) અને મહેશ ગાગડા (બીજાપુર) પરથી ચૂંટણી લડ્યા છે. આ તબક્કામાં પૂર્વ IAS અધિકારી નીલકંઠ ટેકામ કેશકાલથી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કોમલ હુપેન્ડી ભાનુપ્રતાપપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળતા ધારાસભ્ય અનુપ નાગ અંતાગઢ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

Hafiz Saeed Wanted આતંકના આકા પર સકંજો પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી! NIA ની ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા
India’s HighAltitude Airship ભારત બનાવશે ‘હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ’, ડ્રેગનની ગતિવિધિઓ પર રાખશે બાજ નજર
Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Sea Drones સમુદ્રી ડ્રોનથી અમેરિકાએ પહેલીવાર ઈરાનમાં મચાવી તબાહી, પાકિસ્તાન પણ બનાવી રહ્યું છે, શું ભારત પાસે છે તેનો તોડ?
Exit mobile version