News Continuous Bureau | Mumbai
Chief justice of India : DY Chandrachud નેપાળ ( Nepal ) ખાતે આયોજિત થયેલા બાર એસોસિએશન ના કાર્યક્રમમાં ભારતના ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે પોતાના બાળપણનો કિસ્સો સૌની સામે કહીને સંભળાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઓછા માર્ક મળવાને કારણે તેમને સારી પેઠે ઝૂડી નાખવામાં આવ્યા હતા.
Chief justice of India : DY Chandrachud શા માટે માર પડ્યો હતો અને તેમણે શિક્ષકને શું જવાબ આપ્યો?
પોતાના બાળપણનું કિસ્સો કહેતા ડી વાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે તેમને માર્ક ઓછા આવવાને કારણે શિક્ષકે સોટી થી માર્યા હતા. શિક્ષકે ( Teacher ) તેમને હાથ પર માર્યા ( caned ) હતા જેને કારણે સોળ ઉઠી આવ્યા હતા. ત્યારબાદ ( CJI ) ચંદ્રચુડે શિક્ષકને કહ્યું કે હાથમાં સ્થાને તેમને પાછળ મારવામાં આવે જેથી સોળ દેખાય નહીં.
આ સમાચાર પણ વાંચો : Harsh Goenka: હર્ષદ મહેતા, કેતન પારેખ જેવા કૌભાંડો પાછા આવી રહ્યા છે, હર્ષ ગોયેન્કાએ નાના રોકાણકારોને સાવઘાન રહેવાની આપી ચેતવણી.. જાણો શું છે આ મામલો..
Chief justice of India : DY Chandrachud અન્ય વકીલોને અને ન્યાયતંત્ર ના અધિકારીઓને તેમણે શું કર્યું.
તેમણે ન્યાયતંત્રના અધિકારીઓ સામે કહ્યું કે બાળકો ઉપર થતા અત્યાચાર રોકવાનો સમય ક્યારનો આવી ચૂક્યો છે. તેમની માટે જરૂરી કાયદા પણ બની ચૂક્યા છે પરંતુ તેનો યોગ્ય અમલ થવો જરૂરી છે.