આજથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ, ઓન સ્પોર્ટ પણ થઈ શકશે રજિસ્ટ્રેશન; જાણો કેટલા લોકોએ કરી નોંધણી અને રજિસ્ટ્રેશન પ્રોસેસ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

સોમવાર .

ઘણા મહિનાઓથી ચાલી રહેલી ચર્ચાઓ પછી આખરે ત્રીજી જાન્યુઆરી 2022થી એટલે કે ભારતમાં 15થી 18 વર્ષનાં બાળકોને કોવિડ-19ની રસી આપવાનો આરંભ આજથી થઈ રહ્યો છે.

15થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી લગાવવામાં આવશે. આ માટે કોવિન પ્લેટફોર્મ પર રવિવાર સાંજ સુધીમાં આ ઉંમરના બાળકોને રસી લગાવવા માટે 6 લાખથી વધારે રજિસ્ટ્રોશન થયું છે. બાળકોનું રસીકરણ સરકારી સેન્ટર પર થશે. સાથે જ ખાનગી હોસ્પિટલમાં પણ બાળકો રસી લગાવી શકે છે. સરકારી રસીકરણ સેન્ટર પર બાળકોને મફત રસી લાગશે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રસીની કિંમત ચૂકવવી પડશે. બાળકોને કોવેક્સિન આપવામાં આવશે.

  • સૌથી પહેલા gov.in વેબસાઈટ પર જાવ

  • જો તમે કોવિન પર રજિસ્ટર્ડ નથી તો પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

  • અહીં તમારે બાળકોનું નામ, ઉંમર જેવી કેટલીક માહિતી ભરવાની રહેશે

  • રજિસ્ટ્રેશન પુરુ થયા બાદ પોતાના મોબાઈલ પર કન્ફોર્મેશન મેસેજ આવશે.

  • ત્યારબાદ તમે વિસ્તારનો પિન કોર્ડ નાંખો

  • તમારી સામે રસીકરણ સેન્ટરનું લિસ્ટ આવશે

  • આ પછી તારીખ અને સમયની સાથે પોતાનો રસીકરણ સ્લોટ બુક કરો

  • આ બધુ જ કર્યા બાદ તમે રસીકરણ સેન્ટર પર જઈને પોતાના બાળકોને કોરોનાની રસી લગાવી શકશો. 

મુંબઈમાં કોરોના 'આઉટ ઓફ કન્ટ્રોલ: શહેરમાં કોરોનાના એક દિવસમાં 8000થી વધારે કેસ, કાલથી 27% વધારે દર્દીઓ આવ્યા મહામારીની ચપેટમાં

રસીકરણ સેન્ટર પર આવતા પહેલા તમારે આઈડેન્ટીટી પ્રૂફ અને સીક્રેટ કોર્ડની જાણકારી આપવાની રહેશે. જે રજિસ્ટ્રેશન કરવા પર મળશે. તમે રસીના સ્લોટ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી નોંધણી કરાવી શકો છો. 

તમને જણાવી દઇએ કે રસી લેતી વખતે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. કોરોનાનો ડોઝ લીધા બાદ ઓછામાં ઓછા અડધો કલાક રસી કેન્દ્રમાં રહેવું પડશે. આ દરમિયાન બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. એક અનુમાન અનુસાર, રસીકરણના આ તબક્કામાં ભારતનાં આઠથી નવ કરોડ બાળકોને રસીના બે ડોઝ અપાશે.

અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ હાલમાં જ બાળકોના રસીકરણની જાહેરાત કરી હતી. ત્યારબાદ 1 જાન્યુઆરીથી કોવિન એપ પર બાળકોનું રજિસ્ટ્રેશન શરૂ થયું. 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!