Site icon

આજથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ, ઓન સ્પોર્ટ પણ થઈ શકશે રજિસ્ટ્રેશન; જાણો કેટલા લોકોએ કરી નોંધણી અને રજિસ્ટ્રેશન પ્રોસેસ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર .

ઘણા મહિનાઓથી ચાલી રહેલી ચર્ચાઓ પછી આખરે ત્રીજી જાન્યુઆરી 2022થી એટલે કે ભારતમાં 15થી 18 વર્ષનાં બાળકોને કોવિડ-19ની રસી આપવાનો આરંભ આજથી થઈ રહ્યો છે.

15થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી લગાવવામાં આવશે. આ માટે કોવિન પ્લેટફોર્મ પર રવિવાર સાંજ સુધીમાં આ ઉંમરના બાળકોને રસી લગાવવા માટે 6 લાખથી વધારે રજિસ્ટ્રોશન થયું છે. બાળકોનું રસીકરણ સરકારી સેન્ટર પર થશે. સાથે જ ખાનગી હોસ્પિટલમાં પણ બાળકો રસી લગાવી શકે છે. સરકારી રસીકરણ સેન્ટર પર બાળકોને મફત રસી લાગશે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રસીની કિંમત ચૂકવવી પડશે. બાળકોને કોવેક્સિન આપવામાં આવશે.

મુંબઈમાં કોરોના 'આઉટ ઓફ કન્ટ્રોલ: શહેરમાં કોરોનાના એક દિવસમાં 8000થી વધારે કેસ, કાલથી 27% વધારે દર્દીઓ આવ્યા મહામારીની ચપેટમાં

રસીકરણ સેન્ટર પર આવતા પહેલા તમારે આઈડેન્ટીટી પ્રૂફ અને સીક્રેટ કોર્ડની જાણકારી આપવાની રહેશે. જે રજિસ્ટ્રેશન કરવા પર મળશે. તમે રસીના સ્લોટ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી નોંધણી કરાવી શકો છો. 

તમને જણાવી દઇએ કે રસી લેતી વખતે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. કોરોનાનો ડોઝ લીધા બાદ ઓછામાં ઓછા અડધો કલાક રસી કેન્દ્રમાં રહેવું પડશે. આ દરમિયાન બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. એક અનુમાન અનુસાર, રસીકરણના આ તબક્કામાં ભારતનાં આઠથી નવ કરોડ બાળકોને રસીના બે ડોઝ અપાશે.

અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ હાલમાં જ બાળકોના રસીકરણની જાહેરાત કરી હતી. ત્યારબાદ 1 જાન્યુઆરીથી કોવિન એપ પર બાળકોનું રજિસ્ટ્રેશન શરૂ થયું. 

Jagannath Ratna Bhandar:૪૮ વર્ષનો ઈન્તજાર ખતમ: જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું ખુલશે રહસ્ય; RBI ની દેખરેખ હેઠળ સોના-ચાંદીની ગણતરી શરૂ
Final Farewell to Harish Rana: દેશનું પ્રથમ ‘ઈચ્છામૃત્યુ’: ૧૩ વર્ષની યાતના બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ, ગ્રીન પાર્કમાં અપાઈ વિદાય
LPG ગેસ ધારકો સાવધાન! સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર; હવે રિફિલ માટે જોવી પડશે આટલા દિવસની રાહ; જાણો નવો નિયમ
E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Exit mobile version