ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર.
કોરોનાની ત્રીજી લહેરની શક્યતા સેવાઈ રહી છે ત્યારે 15થી 18 વર્ષના બાળકો-તરૂણો માટે ત્રીજી જાન્યુઆરીથી કોરોના રસી આપવાની જાહેરાત કરાઈ છે.
બાળકોના રસીકરણ અંગે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. દિલીપ માવલંકરનું કહેવું છે કે, બાળકોને રસી અપાવવા માટે વાલીઓએ આગળ આવવું પડશે.
બાળકો પોતાને રસી આપવા માટે પરવાનગી આપી શકે નહિ, તેના માટે માતા-પિતાએ મંજૂરી આપવી જરૂરી છે.
મહત્ત્વનું છે કે, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ માટે બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરાઈ છે, જેનાથી તબીબોને પણ રક્ષણ મળશે.
