ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
20 જુન 2020
ભારતના પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટી પર કબજો મેળવવા માટે ચીન વ્યર્થ પ્રયાસ કરી રહ્યું છે તે અજાણી વાત નથી.. જે રીતે તેણે દાયકાઓ પહેલાં ભારતનું અક્સાઇ ચીન કબજે કરી લીધું હતું. પરંતુ આ વખતે સરહદ પર પેટ્રોલિંગ વધતા ચીનની ઈચ્છા અને પ્રયત્નો સફળ થઈ નથી રહ્યા..
આશ્ચર્યની વાત તો એ છે કે ચીનના પાડોશી દેશોની સંખ્યા છે કુલ 14 એટલે કે ચીનની સરહદ આ દેશો સાથે સંકળાયેલી છે અને ચીનનો ઓછામાં ઓછા 23 દેશોની જમીન અથવા સમુદ્ર સરહદો પર પોતાનો દાવો કર્યો છે.. આમ ભારતથી લઇને પૂર્વી તુર્કીસ્તાન સુધી વિવિધ દેશો સાથે ચીનને જમીન વિવાદ ચાલી રહ્યો છે..
નોંધનીય છે કે ચીને પાડોશી દેશોની થોડી થોડી કરતાં 43 % જમીન પચાવી લીધી છે અથવા તો ગેરકાયદે તેના પર કબજો જમાવી દીધો છે.. આથી કહી શકાય કે 1949 માં સામ્યવાદી શાસનની સ્થાપના થયા બાદ, છેલ્લા છ-સાત દાયકા માં પોતાનું કદ વિસ્તારીને લગભગ બમણું કરી દીધું છે અને હજુ પણ સરહદો વિસ્તારવાની ચીનની ભુખ જતી નથી..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com