Site icon

આતે કેવું કહેવાય પાડોશી દેશો 14 પરંતુ ચીનને 23 દેશો સાથે છે સીમા વિવાદ

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
20 જુન 2020
 ભારતના પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટી પર કબજો મેળવવા માટે ચીન વ્યર્થ પ્રયાસ કરી રહ્યું છે તે અજાણી વાત નથી.. જે રીતે તેણે દાયકાઓ પહેલાં ભારતનું અક્સાઇ ચીન કબજે કરી લીધું હતું. પરંતુ આ વખતે સરહદ પર પેટ્રોલિંગ વધતા ચીનની ઈચ્છા અને પ્રયત્નો સફળ થઈ નથી રહ્યા..

 આશ્ચર્યની વાત તો એ છે કે ચીનના પાડોશી દેશોની સંખ્યા છે કુલ 14 એટલે કે ચીનની સરહદ આ દેશો સાથે સંકળાયેલી છે અને ચીનનો ઓછામાં ઓછા 23 દેશોની જમીન અથવા સમુદ્ર સરહદો પર પોતાનો દાવો કર્યો છે.. આમ ભારતથી લઇને પૂર્વી તુર્કીસ્તાન સુધી વિવિધ દેશો સાથે ચીનને જમીન વિવાદ ચાલી રહ્યો છે..
 નોંધનીય છે કે ચીને પાડોશી દેશોની થોડી થોડી કરતાં 43 %  જમીન પચાવી લીધી છે અથવા તો ગેરકાયદે તેના પર કબજો જમાવી દીધો છે.. આથી કહી શકાય કે 1949 માં સામ્યવાદી શાસનની સ્થાપના થયા બાદ, છેલ્લા છ-સાત દાયકા માં પોતાનું કદ વિસ્તારીને લગભગ બમણું કરી દીધું છે અને હજુ પણ સરહદો વિસ્તારવાની ચીનની ભુખ જતી નથી..

Join Our WhatsApp Community

 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Turkman Gate Violence Case: હિંસા પાછળ રાજકીય કાવતરું? તુર્કમાન ગેટ હિંસામાં 30 તોફાનીઓની ઓળખ, સપા સાંસદ પોલીસના રડારમાં.
Union Budget 2026-27 Date: બજેટ 2026-27 ની તારીખો જાહેર: રવિવારે બજેટ રજૂ કરીને નિર્મલા સીતારમણ રચશે ઇતિહાસ, જાણો આખું શેડ્યૂલ
Turkman Gate: દિલ્હીમાં હિંસા: તુર્કમાન ગેટ પર ગેરકાયદે બાંધકામ હટાવવા ગયેલી ટીમ પર હુમલો, સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો.
Exit mobile version