ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
17 ઓક્ટોબર 2020
ભારત સરકારે ફરી એકવાર ચીન સામે મોટી કાર્યવાહી કરી છે. સરકારે ન્યૂઝ એગ્રીગેટર્સ અને ન્યૂઝ એજન્સીઝ ને ડિજિટલ મીડિયામાં 26% વિદેશી રોકાણ (FDI) ના નિયમોનું પાલન કરવાનો આદેશ કર્યો છે. જાહેર કરવામાં આવેલા નિયમો અનુસાર કંપનીના સીઇઓ એક ભારતીય હોવા જોઇએ, અને તમામ વિદેશી કર્મચારીજે 60 દિવસથી વધુ કામ કરી રહ્યા છે, તેમને સિક્યોરિટી ક્લીયરન્સ લેવું પડશે.
આત્મનિર્ભર ભારત અને જવાબદાર ડિજિટલ ન્યૂઝ મીડીયાનું એક ઇકોસિસ્ટમ તૈયાર કરવાના હેતુથી લાવવામાં આવ્યો છે. કંપનીઓને કેટલીક શરતોનું પાલન કરવું પડશે, કંપનીઓના બોર્ડમાં મોટાભાગના ડાયરેક્ટર્સ ભારતીય હોવા જોઇએ. કંપનીના સીઇઓ પણ એક ભારતીય જ હોવા જોઇએ. ઉપરાંત કંપનીમાં તમામ વિદેશી કર્મચારીઓને સરકાર પાસેથી ક્લીયરન્સ લેવું પડશે જે વર્ષમાં 60 દિવસથી વધુ ભારતમાં કામ કરી રહ્યા છે. આમ સરકારના આ પગલાંથી ડિજિટલ મીડિયા પર ભારત વિરુદ્ધ ફેક ન્યૂઝ પર લગામ લાગશે.
નોંધનીય છે કે 26% એફડીઆઇના નિયમથી ચીન અને બીજી વિદેશી કંપનીઓ પર લગામ કસવામાં આવશે. Daily Hunt, Hello, US News, Opera News, Newsdog જેવી ઘણી ચીની અને વિદેશી કંપની અત્યારે દેશમાં કામ કરી રહી છે. તે ભારતના હિતોને ઇજા પહોંચાડે છે. તમામ ડિજિટલ મીડિયા ન્યૂઝ સંસ્થાઓને શેરહોલ્ડિંગ જરૂરિયાતોને પુરી કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવ્યો છે. 26% વિદેશી રોકાણનો નિર્ણય કેટલીક કંપનીઓ પર લાગૂ થશે જે ભારતમાં રજિસ્ટર્ડ છે અને હાજર છે…