ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
15 જુન 2020
ખાદ્ય બજારમા ફાટી નીકળેલા કોરોનાવાયરસને ફેલાતો અટકાવવા માટે ચાઇનાએ બેઇજિંગમાં વધુ દસ સ્થળોને તાળાબંધી લાગુ કરી છે. શહેરના અધિકારીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ હેડિયન જિલ્લાના બીજા જથ્થાબંધ બજારમાં તાજા કોરોના કેસો મળી આવ્યા છે અને પરિણામે, બજાર અને નજીકની શાળાઓ બંધ કરવામાં આવી છે અને તેની આસપાસના દસ કોલોનીમાં રહેતા લોકોને પણ લોકડાઉન હેઠળ મૂકવામાં આવ્યા છે.
બેઇજિંગના જિલ્લા અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે થોડાં દિવસો અગાઉ ઝીનફાદી હોલસેલ માર્કેટમાં 517 લોકોમાંથી 45 લોકોના રીપોર્ટ બાદ હડકંપ મચી ગયો હતો. જેના લીધે આસપાસના નવા કોરોનાવાયરસ સેમ્પલ લીધાં હતાં જેમાં કોરોના પોઝીટીવ હતું. આમ, બેઇજિંગએ કોરોના સંક્રમણ ની શક્યતા જોતાં રમતગમત અને આંતર-પ્રાંતીય પર્યટન પણ સ્થગિત કરાયો છે…..