ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 જુલાઈ 2020
અમેરિકા અને ચીન વચ્ચે તણાવનો માહોલ છે. હાલમાં જ અમેરિકાએ ચીનને હ્યૂસ્ટન સ્થિત દૂતાવાસને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પૉમ્પિયોએ કહ્યું કે યુએસ દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો હતો કેમ કે ચીન બૌદ્ધિક સંસાધનની 'ચોરી' કરતું હતું.
જેની વિરુદ્ધ કાર્યવાહી કરતા ચીને પણ તિબેટના ચેંગદૂમાં આવેલા અમેરિકાના દૂતાવાસને બંધ કરવા માટે જણાવ્યું છે. ચીને એક નિવેદનમાં જણાવ્યું છે કે, 21 જુલાઈના રોજ અમેરિકાએ ચીનની વિરુદ્ધ એક તરફી વિરોધ પગલા લેતા અચાનક જણાવ્યું કે હ્યુસ્ટન સ્થિતિ દૂતાવાસને બંધ કરો. અમેરિકાનું આ પગલું આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સંબંધોના સામાન્ય નિયમ અને ચીન-અમેરિકાના વાણિજ્ય સમજૂતિનું ઉલ્લંઘન કરે છે. ચીને કહ્યું છે કે "આથી જ યુએસને જવાબ આપવો જરૂરી હતો".
ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ નવો નથી. કોરોના પહેલાં ટ્રેડ-વૉર શરૂ હતું. બાદ માં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવવા મામલે યુએસ દ્વારા ચીન પર ખુલ્લા આક્ષેપો કરાયા હતા.. એ પછી ચીને હૉંગકૉંગમાં લાદેલા વિવાદાસ્પદ સુરક્ષાકાનૂનથી પણ વિવાદ વકર્યો હતો…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com