અમેરિકા ચીન વચ્ચે વાર-પલટવાર, ચીને તિબેટ સ્થિત અમેરિકી વાણિજ્ય દૂતાવાસ બંધ કર્યું

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

24 જુલાઈ 2020

અમેરિકા અને ચીન વચ્ચે તણાવનો માહોલ છે. હાલમાં જ અમેરિકાએ ચીનને હ્યૂસ્ટન સ્થિત દૂતાવાસને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પૉમ્પિયોએ કહ્યું કે યુએસ દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો હતો કેમ કે ચીન બૌદ્ધિક સંસાધનની 'ચોરી' કરતું હતું.

 

જેની વિરુદ્ધ કાર્યવાહી કરતા ચીને પણ તિબેટના ચેંગદૂમાં આવેલા અમેરિકાના દૂતાવાસને બંધ કરવા માટે જણાવ્યું છે. ચીને એક નિવેદનમાં જણાવ્યું છે કે, 21 જુલાઈના રોજ અમેરિકાએ ચીનની વિરુદ્ધ એક તરફી વિરોધ પગલા લેતા અચાનક જણાવ્યું કે હ્યુસ્ટન સ્થિતિ દૂતાવાસને બંધ કરો. અમેરિકાનું આ પગલું આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સંબંધોના સામાન્ય નિયમ અને ચીન-અમેરિકાના વાણિજ્ય સમજૂતિનું ઉલ્લંઘન કરે છે. ચીને કહ્યું છે કે "આથી જ યુએસને જવાબ આપવો જરૂરી હતો".

ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ નવો નથી. કોરોના પહેલાં ટ્રેડ-વૉર શરૂ હતું. બાદ માં કોરોના વાઇરસનું  સંક્રમણ ફેલાવવા મામલે યુએસ દ્વારા ચીન પર ખુલ્લા આક્ષેપો કરાયા હતા.. એ પછી ચીને હૉંગકૉંગમાં લાદેલા વિવાદાસ્પદ સુરક્ષાકાનૂનથી પણ વિવાદ વકર્યો હતો…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More