Site icon

કચ્છ પાસે પાકિસ્તાનને ફાળવેલી જમીન પર ચીનની કંપનીઓની નજર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 30 નવેમ્બર  2021    
મંગળવાર.

ચોમાસા પછી નવેમ્બરમાં ઠંડીની શરૂઆત થાય અને ઉત્તર દિશામાં પવન ફૂંકાય એટલેલે ચોમાસા દરમિયાન ભરાયેલું રહેતું પાણી સુકાવા લાગે છે. ચારેક વર્ષથી આ સીમાવર્તી વિસ્તારમાં કોઇ જ ડેવલપમેન્ટ નહીં કરી રહેલી ચીની કંપનીના અધિકારીઓએ ગત વર્ષે પણ આ જ સમયગાળામાં નિરીક્ષણ કર્યું હતું. પાકિસ્તાનને વ્યૂહાત્મક રીતે દરેક રીતે મદદ કરી રહેલા ચીનને પાક. સરકારે કચ્છની સરહદ નજીક ચીનની કંપનીને ફાળવેલી જમીન પર દિવાળી ટાણે હિલચાલ દેખાઇ હતી. ભારતીય ગુપ્તચર એજન્સીનાં અમુક સૂત્રના અહેવાલ પ્રમાણે દલદલવાળી, ખરાબાની જમીન પર ચીનની કંપનીના અધિકારીઓએ મોટરકારના કાફલા સાથે આંટો માર્યો હતો અને આ કાદવયુક્ત જમીનની ચોમાસા પછી કેવી પરિસ્થિતિ છે એનું નિરીક્ષણ કર્યું હતું. ચોમાસા બાદ ઉત્તરાદી પવન ફૂંકાતાં આ જમીન પરનું પાણી સુકાવા લાગતું હોય છે. ચીનની કંપનીએ સંભવતઃ એને જ કયાસ કાઢ્યો હતો. જાેકે ત્રણ વર્ષ પૂર્વે પાકિસ્તાને ચીનની કંપનીને વિશાળ જમીન ફાળવી હતી પરંતુ ત્યાં હજુ સુધી કોઇ કામગીરી કરાઇ નથી. ચીની કંપની દક્ષિણ પાકિસ્તાનના આ દુર્ગમ વિસ્તારમાં શું કરવા માગે છે એ મુદ્દો સ્પષ્ટ થયો નથી. પાક. સાથેની આંતરરાષ્ટ્રીય સરહદના અંતિમ પિલર ૧૧૭૫થી માત્ર બાર-પંદર કિ.મી. દૂર દલદલવાળા વિશાળ જમીન ચીનને ફાળવીને આર્થિક રીતે કંગાલિયત ભોગવતું પાકિસ્તાન બદલામાં મબલક મદદ મેળવી રહ્યું હોવાનું આ સૂત્રો કહે છે.

Join Our WhatsApp Community

 

વિદેશથી આવતા તમામ પ્રવાસીયો પર રાખશે નજર, ટેસ્ટીંગ બાદ પણ શંકાસ્પદોને ૭ દિવસ ક્વોરન્ટીન કરાશે

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version